દેશમાં 2020-21માં કોરોના મહામારી દરમિયાન અસુરક્ષિત સેક્સને કારણે 85 હજારથી વધુ લોકો HIVનો શિકાર બન્યા છે. મહારાષ્ટ્રમાં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 10,498 લોકો HIV પોઝીટીવ છે. નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO) એ આરટીઆઈ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ આંકડો આપ્યો છે. મધ્યપ્રદેશના કાર્યકર્તા ચંદ્ર શેખર ગૌરે આરટીઆઈ દાખલ કરીને આ પ્રશ્ન પૂછ્યો હતો.
નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન અનુસાર, 2020-21માં જ્યારે આખો દેશ લોકડાઉનમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અસુરક્ષિત સેક્સને કારણે 85,268 લોકોને HIVનો ચેપ લાગ્યો હતો. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 10,498 લોકો HIVથી સંક્રમિત છે. આ પછી આંધ્રપ્રદેશમાં 9,521 લોકો એચઆઈવીથી સંક્રમિત થયા, કર્ણાટકમાં આ સમયગાળા દરમિયાન ત્રીજા નંબરે 8,947 લોકો એચઆઈવીનો શિકાર બન્યા.
મધ્ય પ્રદેશમાં 3037 લોકો અને પશ્ચિમ બંગાળમાં 2,757 લોકો HIV પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. NACO એ જણાવ્યું હતું કે એચઆઈવી પોઝીટીવ લોકો દ્વારા પરીક્ષણ પહેલા અથવા પોસ્ટ કાઉન્સેલિંગ સમયે આપવામાં આવેલા જવાબોના આધારે ICTC કાઉન્સેલરે સંક્રમિતોની સંખ્યા અને ચેપના કારણ વિશે માહિતી એકત્ર કરી છે.