Cricket News: આજે એટલે કે શુક્રવારથી IPL ની 16મી સિઝન શરૂ થઈ રહી છે. તે જ સમયે, આ સિઝનની શરૂઆત પહેલા, ચાહકો ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાઈ રહ્યા છે. તેનું કારણ એ છે કે આ સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ચેન્નાઈની ટીમ ફેવરિટ ટીમ હોવા પાછળ એમએસ ધોનીની હાજરી એક મોટું પરિબળ છે.
આખરે, કેમ નહીં, ધોનીના નેતૃત્વમાં CSK કુલ 4 વખત ખિતાબ જીતી ચૂકી છે. આ સાથે લગભગ એક વર્ષ બાદ ફરી એકવાર એમએસ ધોની મેદાન પર રમતા જોવા મળશે. જેના કારણે માહીના ફેન્સ ધોનીને મેદાન પર બેટિંગ કરતા જોવા માટે ઉત્સુક છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે રમાશે.
ધોની અને કંપનીએ જલેબી-ફાફડા ખાધા
આ મેચ પહેલા CSKએ તેના ઓફિશિયલ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં ચેન્નાઈના ખેલાડીઓ જોઈ શકાય છે. આ વીડિયોની શરૂઆતમાં જોવા મળી રહ્યું છે કે ભારે વરસાદને કારણે ખેલાડીઓ ભીંજાઈ ગયા છે અને આ વરસાદથી બચવા માટે તેઓ ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યા છે. આ દરમિયાન એમએસ ધોની અને આખી ટીમ ગુજરાતના પ્રખ્યાત ફૂડ ઢોકળા, જલેબી-ફાફડાની મજા માણી રહી છે. ધોનીને આ રીતે જલેબી ફાફડા ખાતા જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
જો તમે પણ મચ્છર ભગાડવાની અગરબત્તી કરીને સુઈ જતા હોય તો સાવધાન, 6 લોકોના મોતથી આખા દેશમાં ફફડાટ
લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે
આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો ત્યારથી 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. એટલું જ નહીં આ વીડિયોને 4 લાખથી વધુ લાઈક્સ પણ મળી ચૂક્યા છે. આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરતી વખતે યુઝર્સ ધોની લવ યુ જેવી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, માહી ભાઈને જલેબી ફાફડા ખાતા જોઈને જેઠાલાલ યાદ આવ્યા.