IPL 2023: ક્રિકેટ ચાહકોની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 31 માર્ચથી શરૂ થવાની છે. પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોનીના સુકાની ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન, ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ગુજરાતની ટીમ તેની બીજી સિઝન રમી રહી છે. ગુજરાત ટાઈટન્સની કમાન હાર્દિક પંડ્યાની પાસે છે. કેપ્ટન ધોની અને ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સહિત બાકીના ખેલાડીઓએ પ્રેક્ટિસમાં ઘણો પરસેવો પાડ્યો હતો. ચેન્નાઈ ટીમના પ્રશંસકો માટે તેની શરૂઆતી મેચ પહેલા એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ખરેખર, ટીમ સાથે આવો સંયોગ બની રહ્યો છે, જેના કારણે તે ચેમ્પિયન બની શકે છે.
2017માં આ 4 ખેલાડીઓએ ધૂમ મચાવી હતી
વાસ્તવમાં, IPL 2016ની સિઝનને કોઈ ભૂલી શક્યું નથી, જ્યારે ચેન્નાઈની ટીમ પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ધોની નવી ટીમ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ સાથે જોડાયો હતો. ત્યારે માહી અને પુણેની ટીમ માટે 2017ની સીઝન ઘણી ખાસ રહી. તે સિઝનમાં પૂણેની ટીમમાં આવા 4 ખેલાડી હતા, જેઓ હવે ચેન્નાઈની વર્તમાન ટીમમાં પણ સામેલ છે.
આ ચાર ખેલાડીઓ હતા ધોની, અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ અને દીપક ચહર. આ ચારેયની ચોકડીએ મળીને પુણેની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. ત્યારબાદ ટાઈટલ મેચ ખૂબ જ રોમાંચક રહી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ 1 રનથી જીતી ગઈ. દીપકે તે સિઝનમાં માત્ર 3 મેચ રમી હતી. પરંતુ રહાણે, ધોની અને સ્ટોક્સનું ખૂબ મહત્વનું યોગદાન હતું.
આ ચાર ખેલાડીઓ વર્તમાન CSK ટીમમાં પણ છે
હવે આ ચોકડી આ વખતે પણ ચેન્નાઈની ટીમમાં સાથે છે. જોકે આ વખતે રહાણે વધુ સારા ફોર્મમાં નથી, પરંતુ ધોની, સ્ટોક્સ અને દીપકની ત્રિપુટી વિપક્ષી ટીમને ધૂળ ચટાડવા માટે પૂરતી છે. 2017ની સીઝનની જેમ આ વખતે પણ ઈંગ્લિશ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર સ્ટોક્સ પોતાના બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે.
2017ની સિઝનમાં આ ચાર ખેલાડીઓનું પ્રદર્શન
અજિંક્ય રહાણે – 16 મેચ – 382 રન
બેન સ્ટોક્સ – 12 મેચ – 316 રન બનાવ્યા – 12 વિકેટ લીધી
એમએસ ધોની – 16 મેચ – 290 રન
દીપક ચહર – 3 મેચ – 2 વિકેટ
હવે અંબાલાલ પટેલે ગુજરાતીઓની ઉંઘ હરામ કરી નાખી, આ તારીખ બાદ સાપ કરડવાની ડરામણી આગાહીથી ફફડાટ
IPL 2023 માટે CSK સ્ક્વોડ:
મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, સુભ્રાંશુ સેનાપતિ, અંબાતી રાયડુ, રવીન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, મિશેલ સેન્ટનર, કે ભગત વર્મા, મોઈન અલી, રાજવર્ધન, શિવમ દુબે, દીપક ચહર, મહિષ તિક્ષાણા, મુકેશ ચૌહાણ, પ્રશાંત ચૌહાણ. સોલંકી, સિમરજીત સિંહ, અજિંક્ય રહાણે, તુષાર દેશપાંડે, બેન સ્ટોક્સ, મતિશા પાથિરાના, શેખ રાશિદ, નિશાંત સિંધુ, સિસાંડા મગાલા અને અજય મંડલ.