20 કરોડ આપો બાકી મારી નાખીશ… મુકેશ અંબાણીને ફરીથી મળી જાનથી મારી નાખવાની ધમકી

Lok Patrika
By Lok Patrika
Share this Article

Business NEWS: ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. વ્યક્તિએ ઈમેલ પર 20 કરોડ રૂપિયાની માંગણી કરી છે. 20 કરોડ રૂપિયા ન આપવાના બદલામાં વ્યક્તિએ લખ્યુ છે કે તે તેને મારી નાખીશ. આ વ્યક્તિએ ઈમેલમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેની પાસે શ્રેષ્ઠ શાર્પ શૂટર્સ છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, 27 ઓક્ટોબરે મુકેશ અંબાણીને તેમના ઈમેલ આઈડી પર ઈન્બોક્સમાં એક ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું હતું કે જો મુકેશ અંબાણી એ અજાણ્યા વ્યક્તિને 20 કરોડ રૂપિયા નહીં આપે તો તેઓ તેને મારી નાખશે. ઈમેલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે વ્યક્તિ પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સમાંથી એક છે. મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જે પોલીસને આ અંગે જાણકારી આપી છે.

ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે. અગાઉ 6 ઓક્ટોબર, 2022 ના રોજ, તેને ધમકી આપનાર વ્યક્તિની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ 30 વર્ષીય રાકેશ કુમાર મિશ્રા તરીકે થઈ હતી.

21 વર્ષ પહેલા ટીવીના તમામ શોને પછાડી TRP રેકોર્ડ તોડનાર ‘કુમકુમ’નો અભિનેતા હુસૈન કુવાજેરવાલા ક્યાં છે? જાણો 

એક સમયે મુકેશ અંબાણી કરતા પણ વધુ અમીર હતો આ શખ્સ, ખરાબ દિવસો આવ્યા તો પોતાના ઘરેણાં પણ વેચવા પડ્યા

સોનાના ભાવમાં મોટો કડાકો, આસમાનથી સીધા જમીન પર ભાવ આવી ગયા, જાણો એક તોલાના હવે કેટલા આપવાના?

તમને જણાવી દઈએ કે 5 ઓક્ટોબર 2022ના રોજ આરોપી વ્યક્તિએ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ફોન કરીને અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં આરોપીઓએ આખી હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ દરમિયાન પોલીસે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. પોલીસે માહિતી આપી હતી કે આરોપી યુવક બેરોજગાર છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly