સોમવારે સવારે મુંબઈ-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ફાયરિંગની ઘટના બની હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના એક કોન્સ્ટેબલે ASI અને અન્ય 3 મુસાફરો પર ગોળીબાર કર્યો હતો. ચાલતી ટ્રેનમાં બનેલી આ ઘટનાથી બધા ચોંકી ગયા હતા, બાદમાં જ્યારે ટ્રેન રોકાઈ ત્યારે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને કોન્સ્ટેબલને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
આ ટ્રેનમાં હાજર લોકોએ ઘટના વિશે જણાવ્યું કે, ફાયરિંગનો આ મામલો સવારે 5 થી 5.30 વચ્ચેનો છે. ઘટના પછી એક વ્યક્તિએ કહ્યું કે તે સૂઈ રહ્યો હતો, ત્યારે ફાયરિંગનો અવાજ આવ્યો, તેણે જોયું તો ત્યાં લોહી વેરવિખેર હતું અને એએસઆઈ સાહેબ મૃત હાલતમાં પડેલા હતા.
આ ફાયરિંગ ટ્રેન નંબર 12956ના કોચ B-5માં થયું હતું, જ્યારે કોન્સ્ટેબલ ચેતને તેના સાથીદારો પર ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં ASI ટીકારામનું મોત થયું છે, જ્યારે એકસાથે બેઠેલા 3 મુસાફરોને પણ ગોળી વાગી છે. તમામ મૃતદેહોને બોરીવલી સ્ટેશન પર મુકવામાં આવ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તૈયારી ચાલી રહી છે.
અહેવાલો અનુસાર, કોન્સ્ટેબલ ચેતન રામે ટ્રેનમાં ASI ટીકારામને ગોળી માર્યા બાદ કેટલાક મુસાફરોને ગન પોઈન્ટ પર રાખ્યા હતા. અને આ પછી 3 મુસાફરોને પણ ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટના અંગે પશ્ચિમ રેલવેએ નિવેદન આપ્યું છે.
અહીં એકદમ સસ્તામાં મળી રહ્યું છે સોનું, રૂપિયાની મોટી બચત થઈ જશે, બસ આટલી શરતો પૂરી કરવી પડશે
હવામાન વિભાગની ડરામણી આગાહી, આજે જુનાગઢમાં ફરીથી મેઘરાજા ધબધબાટી બોલાવશે, અનેક જિલ્લામાં વરસાદની વકી
રેલવેનું કહેવું છે કે જ્યારે મુંબઈ-જયપુર એક્સપ્રેસ પાલઘર સ્ટેશન ક્રોસ કરી રહી હતી ત્યારે આરપીએફ કોન્સ્ટેબલે ગોળીબાર કર્યો હતો. તેણે પહેલા ASIને ગોળી મારી અને અન્ય ત્રણ મુસાફરોને પણ માર્યા. કોન્સ્ટેબલે દહિસર સ્ટેશન પાસે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પકડાઈ ગયો હતો અને હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું હતું.