ગુજરાતભરમાં મેધરજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજયભરમાં વરસાદના કારણે નદી નાળાઓ ઓવરફ્લો થઈ ગયા છે. વરસાદના નવા નીર આવતા ખેડૂતોમાં પણ ખુશ જોવા મળ્યા છે. ગીર સોમનાથ સહિત જુનાગઢ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રીથી પોતાની મહેર વરસાવી રહ્યા છે.
ભારે વરસાદને કારણે નવા નીર આવતા ગીરનું જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જુનાગઢ શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા. રેલવે સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાય જવાના અહેવાલો સામે આવ્યા હતા. શહેરમાં પાણી ભરાતા મનપાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. વધુમાં જણાવી દઈએ કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આણંદપુર પાસેનો ઓઝટ વિયર પણ ઓવરફ્લો થયો હતો.
કોડીનારમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. બસસ્ટેશન પાસેના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હજુ પણ અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેવાની આગાહી કરી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે વરસાદ ચાલુ જ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં ગુજરાતના વિવિધ ભાગો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગળ જતા વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, નર્મદા, તાપીમાં અતિભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે. બે દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. જ્યારે ત્રીજા દિવસ 1 જુલાઈએ ભારે વરસાદની શક્યતાઓ છે.
સૌરાષ્ટ્ર માટે પણ બે દિવસ સારો વરસાદ રહેવાની સંભાવના વિજીનલાલે વ્યક્ત કરી છે. જેમાં આજે અતિભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે બીજા દિવસથી ભારે વરસાદની સંભાવનાઓ છે. તેમણે ગીર સોમનાથ, અમરેલી, દીવમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચોઃ
અદાણીની કંપનીનો બિઝનેસ રાતોરાત આસમાને પહોંચી જશે, હજારો કરોડના રોકાણનો માસ્ટર પ્લાન તૈયાર
LPG સિલિન્ડરના દરમાં ફેરફાર, બેંકોનું મર્જર, જાણો 1 જુલાઈથી શું ફેરફાર થશે જે સીધી તમને અસર કરશે
30મી જૂન માટે સૌરાષ્ટ્ર માટે આગાહી કરીને વિજીનલાલે કહ્યું છે કે, બીજા દિવસે સૌરાષ્ટ્ર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે અહીં પણ જુલાઈની શરુઆતથી અહીં વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે. ત્રીજા દિવસથી ભારે કે અતિભારે વરસાદની વોર્નિંગ નથી.