Gujarat Weather Update: હવામાન વિભાગની નવી આગાહી સામે આવે છે. રાજ્યમાં શુક્ર અને શનિવારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જો તમારો કોઈ પ્લાન હોય તો આગાહીને ધ્યાનમાં રાખીને કરવા માટે સુચના આપવામાં આવી છે. કારણ કે વરસાદના કારણે હેરાનગતિ સહન ન કરવી પડે.
હાલના વાતાવરણ પ્રમાણે વાત કરીએ તો વરસાદે થોડો બ્રેક લીધો છે. પરંતુ હવામાન વિભાગે આજે બપોરે ફરીથી ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં પાંચ દિવસ વરસાદ થવાની શક્યતા છે. ત્યારે રાજ્યવાસીઓએ છત્રી અને રેઈનકોટ સાથે લઈને ઘરેથી નીકળવું પડશે.
5 દિવસની આગાહી વિશે વિગતે વાત કરીએ તો પહેલાના બે દિવસ ભારે વરસાદ નહીં થાય. આ સાથે તેમણે જણાવ્યુ કે, 6 તારીખથી વરસાદ વધવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ થઇ શકે છે.
OMG! શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાનનો ભયંકર અકસ્માત થયો, નાકમાંથી લોહી નીકળવા લાગ્યું, સર્જરી કરવી પડી
ધારો કે આજે જ થઈ જાય લોકસભાની ચૂંટણી તો કોની સરકાર બનશે? સર્વેમાં આંકડા જોઈને ચોંકી જશો
ઓડિશા ત્રિપલ ટ્રેન અકસ્માતમાં અસલી ખુલાસો થઈ ગયો, આ કારણે 3 ટ્રેનો અથડાઈ અને 293 લોકો મરી ગયાં
આ ઉપરાંતના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ સાત અને આઠ તારીખે ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારે હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આગાહી પ્રમાણે મેઘરાજા મહેરબાની કરે છે કે કેમ?