અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી પ્રચંડ આગાહી, કહ્યું- એક બે જિલ્લા નહીં આખું ગુજરાત હેરાન પરેશાન થઈ જશે

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News : વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. જેમાં ઠેર ઠેર ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, રાજ્ય પર હાલમાં અલગ અલગ સિસ્ટમ સક્રિય હોવાના કારણે ભારે વરસાદ પડી શકે છે. તેમજ રાજ્યના અતિભારે વરસાદની પણ શક્યતા રહેલી છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા,રાજકોટ અને જામનગરમાં અતિભારે વરસાદ પડશે. જ્યારે વડોદરા, સાવલી, પેટલાદ, આણંદ, ગોધરા અને દાહોદમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

 

જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ અંગે અંબાલાલે કહ્યું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે. જેની સાથે જ દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 23 અને 24 જુલાઈના રાજ્યમાં ભારે વરસાદ રહેશે તેમ પણ જણાવ્યું છે.

 

સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના

ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે

180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ

 

આ તરફ હજી વરસાદનો ત્રીજો રાઉન્ડ સમાપ્ત નથી થયો ત્યાં તો અંબાલાલ પટેલે 27 જુલાઈથી વરસાદનું નવું ટર્ફ સમગ્ર ગુજરાતને ઘમરોળશે તેવી આગાહી કરી છે. તેમજ તેમણે કહ્યું કે, આગામી 15 ઓગસ્ટ સુધી એક બાદ એક વરસાદી સિસ્ટમ બનશે જેનાથ ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી શકે છે.

 


Share this Article
TAGGED: