રોજ પેટ્રોલ ડીઝલની જેમ સોના ચાંદીના ભાવમાં પણ મોટો ફેરફાર થતો રહે છે. સોના-ચાંદીમાં ઘટાડા આવેલા ઘટાડા બાદ આજે ફરીથી તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવ ફરીથી 60,000ની ઉપર થઈ ગયા છે. જ્યારે ચાંદી પણ 76,000ના સ્તરની નજીક જતા જોવા મળી રહી છે. આજે સવારે 11.00 વાગ્યે જૂનના સોનું 0.62 ટકાના વધારા સાથે 60,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે બીજી તરફ મેના વાયદાનું ચાંદી 1.17 ટકા વધીને 75,920 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે. વૈશ્વિક મિશ્ર સંકેતો વચ્ચે નવા આર્થિક વર્ષમાં સોનાએ ફરી એકવાર નવી રેકોર્ડ સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ કિંમત 61,090 રુપિયાના સ્તરે બનાવી છે.
આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.62 ટકાના વધારા સાથે 60,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે બીજી તરફ મેના વાયદાનું ચાંદી 1.17 ટકા વધીને 75,920 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. અમદાવાદની વાત કરીએ તો આજે 22 કેરેટ સોનું ₹56,250માં અને 24 કેરેટ સોનું ₹61,360માં મળી રહ્યું છે એ જ રીતે વડોદરામાં 22 કેરેટ સોનુ ₹56,250માં અને 24 કેરેટ સોનુ ₹61,360માં વેચાઈ રહ્યું છે.
તમને જણાવી દઈએ કે 24 કેરેટ સોનાની સૌથી વધુ માંગ છે. શુદ્ધ સોનું અથવા 24 કેરેટ સોનું એ 99.9 ટકા શુદ્ધતાની નિશાની છે અને તેમાં અન્ય કોઈ ધાતુઓ ભળેલી નથી. સોનાના સિક્કા અને બાર બનાવવા માટે 24 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે. સોના માટે અન્ય વિવિધ શુદ્ધતાઓ પણ છે અને તે 24 કેરેટની સરખામણીમાં માપવામાં આવે છે.
ભારતના યુવાનો રાજીના રેડ: SBIમાં 1000થી વધુ નોકરીઓ, 41000 સુધીનો પગાર મળશે, આ રીતે આપી દો ઈન્ટરવ્યુ
જો તમે પણ બજારમાં સોનું ખરીદવા જઈ રહ્યા છો તો હોલમાર્ક જોઈને જ સોનું ખરીદો. સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. ‘BIS કેર એપ’ દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.