નીતિન ગડકરી યુટ્યુબથી દર મહિને આટલા લાખ રૂપિયા કમાય છે, પોતે જ જણાવ્યું અને રસ્તો પણ બતાવ્યો

Desk Editor
By Desk Editor
Share this Article

Nitin Gadkari Income from YouTube: કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી હંમેશા તેમના ભાષણને લઈને ચર્ચામાં રહે છે અને ઘણી વાર રસપ્રદ વાતો શેર કરતા રહે છે. હાલમાં જ નીતિન ગડકરીએ પોતાની કમાણી વિશે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તે દર મહિને યુટ્યુબથી ઘણી કમાણી કરે છે.

નીતિન ગડકરીના યુટ્યુબ પર 5.64 લાખ સબસ્ક્રાઈબર્સ છે

જણાવી દઈએ કે નીતિન ગડકરીના યૂટ્યૂબ પર 5 લાખ 64 હજાર સબસ્ક્રાઈબર્સ છે, અને અત્યાર સુધી તેમણે યુટ્યુબ પર 2500થી વધુ વીડિયો શેર કર્યા છે. નીતિન ગડકરીની યુટ્યુબ ચેનલને અત્યાર સુધીમાં 55 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.

ગડકરી યુટ્યુબથી દર મહિને 3 લાખ રૂપિયાની કમાણી કરે છે

હાલમાં જ નીતિન ગડકરીએ ઇન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમ અડ્ડામાં પોતાની યૂટ્યૂબની આવક વિશે જાણકારી આપી હતી અને કહ્યું હતું કે યૂટ્યૂબથી તેમને દર મહિને લગભગ 3 લાખ રૂપિયા મળે છે. ગડકરીએ કહ્યું હતું કે ઈમાનદારીથી કમાણી કરવી એ મારો મંત્ર છે અને શોર્ટકટથી ક્યારેય કોઈ ફાયદો નથી થતો.

નીતિન ગડકરી કેવી રીતે યૂટ્યૂબથી કમાય છે પૈસા

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, હું મારું ભાષણ હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં આપું છું. હું મારું ભાષણ મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું છું. મેં 2015માં મારી ચેનલ શરૂ કરી હતી. લોકો મારું ભાષણ સાંભળે છે અને યુટ્યુબ પર ઘણા બધા વ્યૂઝ મેળવે છે. મારા ભાષણો અમેરિકાના મોટાભાગના લોકો સાંભળે છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

હું આવા બળાત્કારના કલંક સાથે જીવી ન શકું… ફેસબૂક પર લાઈવ થઈને ભાજપના નેતાએ ઝેર ખાતા હાહાકાર

શું ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનીને નરેન્દ્ર મોદી નહેરુની બરાબરી કરશે? સર્વેમાં આવ્યા ચોંકાવનારા આંકડા

મોંઘાદાટ સફરજન નદીમાં ફેંકવામાં આવી રહ્યા છે… વીડિયો શેર કરી BJPએ રાહુલ ગાંધી પર આકરો પ્રહાર કર્યો

 

ભ્રષ્ટાચાર સાબિત થશે તો નિવૃત્ત થઈશઃ ગડકરી

નીતિન ગડકરીએ કહ્યું છે, ‘દેશમાં એવો કોઈ વ્યક્તિ નથી જે એમ કહી શકે કે ગડકરીને બે પૈસા આપવામાં આવ્યા છે. જો એક વ્યક્તિ પણ આવું કહેશે તો હું રાજકારણમાંથી નિવૃત્તિ લઇ લઇશ. રાજકારણ એ પૈસા કમાવાનો ધંધો નથી. ઈશ્વરે મને જે કંઈ આપ્યું છે તેનાથી હું ખૂબ જ ખુશ છું.”

 

 


Share this Article