Gujarat News: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જોરદાર જાહેરાત કરતાં વાત કરી કે ‘નવરાત્રિ મા અંબાનો તહેવાર છે. બધા સાથે મળીને ભક્તિ કરી શકે તે માટે, ગુજરાતની સંસકૃતિ દેશ અને દુનિયામાં પહોંચી છે ત્યારે નવરાત્રિમાં ગરબાની સમયસર શરૂઆત થાય અને વધુમાં વધુ સમય લોકો ગરબા રમી શકે તે માટે વ્યવસ્થા કરાવમાં આવી છે.
સંઘવીએ આગળ કહ્યું કે મુખ્યમંત્રીની સૂચનાથી પોલીસને ખાસ સૂચના પણ આપવામાં આવી છે. ગરબે રમનાર લોકોને ખલેલ ન પહોંચે, નવરાત્રિનો આનંદ લોકો લઈ શકે તે માટેની વ્યવસ્થામાં મદદરૂપ થાય.’ ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ વડાઓને સૂચના આપી છે. પોલીસ વડાઓને મૌખિક સૂચના આપી છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ વડાઓને સૂચના આપી હતી.
આ સાથે જ ધંધાર્થીઓ માટે પણ જાહેરાત કરી કે પોલીસ કોઈપણ પથારણાવાળા, નાની દુકાનોવાળાને હટાવે નહીં, બંધ ન કરાવે અને તેઓ વધુમાં વધુ સમય દુકાન ચલાવી શકે.
નવરાત્રિ પર સોનું 9000 અને ચાંદી 14683 રૂપિયા મોંઘી થઈ, ખરીદી કરતા પહેલા જાણી લો નવા ભાવો
ધંધો કરી શકે તે રીતે લો એન્ડ ઓર્ડર સાચવવા માટે પણ વ્યવસ્થા કરવાની સૂચના આપી દેવામાં આવી છે. નાની દુકાનોવાળાઓ માટે નવરાત્રિથી લઈને દિવાળી સુધીનો સમય કમાવવા માટે મહત્વનો ગણાય છે.