કેજરીવાલનું એલાન… તાનાશાહીની હદ વટી ગઈ, હવે જનતા ભાજપને ઉખાડીને ફેંકવાનું કરશે કામ, કહ્યું- ચૈતર વસાવાની ભૂલ શું હતી?

Desk Editor
By Desk Editor
Share this Article

Bharuch News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગઈકાલે 2 દિવસનાં ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ગઈકાલે તેમણે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક સભામાં હાજરી આપી હતી અને ચૈતરભાઇ વસાવાનું નામ ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી તથા ભગવંત માનજીની અધ્યક્ષતામાં આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક પ્રદેશ કાર્યકારિણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ, ચૂંટાયેલા ધારાસભ્યો, જિલ્લાના તથા લોકસભાના પ્રભારીઓ તથા હોદ્દેદારો સહિત અગત્યના સાથીઓ હાજર રહ્યા હતા.

આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી રાજપીપળા જેલ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ચૈતરભાઇ વસાવા અને તેમના પત્ની સાથે મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે ચૈતરભાઈ વસાવાને ખોટા કેસમાં ગિરફતાર કર્યા છે. જેના કારણે આજે સમગ્ર આદિવાસી સમાજ ખૂબ જ ગુસ્સામાં છે કારણ કે ચૈતરભાઈની સાથે તેમની પત્નીને પણ ગિરફતાર કરવામાં આવ્યા છે.

શકુંતલાબેન આદિવાસી સમાજની વહુ છે, એટલા માટે આજે સમગ્ર આદિવાસી સમાજ ગુસ્સામાં છે. ગઈકાલે અમે એક ખૂબ જ મોટી સભા કરી હતી, તેમાં હજારો લોકો આવ્યા હતા અને લોકોએ પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો.

હાલ અમે ચૈતરભાઈ અને શકુંતલાબેન બંનેને જેલમાં મળીને આવ્યા છીએ. બંને ઠીક છે, સ્વસ્થ છે અને બંનેના હોસલા બુલંદ છે, તેઓ લડત આપતા રહેશે અને સંઘર્ષ કરતા રહેશે. ગુજરાતમાં ભાજપને ઉખાડીને ફેંકવાનું કામ કરવાનું છે અને ગુજરાતની જનતા ભાજપને ઉખાડીને ફેંકવાનું કામ કરશે.

કારણકે હવે આમની તાનાશાહીની હદ વટી ગઈ છે. હાલ આ લોકો મરજી થાય તેને જેલમાં નાખી દે છે. ચૈતર વસાવાની ભૂલ શું હતી? તેઓ ફક્ત આદિવાસી લોકો માટે લડી રહ્યા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ખોટી FIR કરવામાં આવે છે અને ખેડૂતોની જમીન છીનવી લેવામાં આવે છે, આવા સમયે પર ચૈતર વસાવા લોકો માટે અવાજ ઉઠાવે છે અને એમના માટે લડત લડે છે.

ગઈકાલે અમે એલાન કર્યું હતું કે ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. અમારી પૂરી કોશિશ છે કે ચૈતરભાઈ વસાવા અને તેમના પત્નીને સુપ્રીમ કોર્ટ તરફથી જમાનત મળે. અને જો તેમને જમાનત નથી મળતી તો આમ આદમી પાર્ટી તેમના માટે ચૂંટણી લડવાનું કામ કરશે.

ત્યારબાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, હાલ એવો સમય ચાલી રહ્યો છે જેમાં કોઈ પણ માણસ જનતા માટે કામ કરે અને જો એ લોકપ્રિય થઈ જાય છે તો તેને ઉઠાવીને જેલમાં નાખી દેવામાં આવે છે. ઘણા લોકો પર સીબીઆઇ અને ઇડીની તપાસ શરૂ કરી દેવામાં આવે છે. આ તાનાશાહી છે પરંતુ આ તાનાશાહી વધુ દિવસ નહીં ચાલે.

અમદાવાદીમાં વાઇબ્રન્ટ સમિટને લઇ વૈકલ્પિક રૂટ જાહેર, શહેરમાં VVIP મૂવમેન્ટ હોવાથી ટ્રાફિકને લઈ એડવાઈઝરી, જાણો વિગત

72 કલાકમાં બાજી પલટાઈ, મુકેશ અંબાણીએ અદાણીને હરાવીને નંબર 1નો તાજ પાછો મેળવ્યો, બન્યાં સૌથી ધનિક ઉદ્યોગપતિ

જાણો પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે? ભારતે સમુદ્રની વચ્ચેથી ક્રૂડ ઓઈલ કાઢવાનું કર્યું શરૂ, પેટ્રોલિયમ મંત્રીએ કરી જાહેરાત

ચૈતરભાઈ વસાવા ખૂબ જ મોટા નેતા છે અને તેમણે આદિવાસી સમાજના લોકો માટે લડાઈ લડી છે એટલા માટે તેમને અને તેમની પત્નીને જેલમાં મોકલી દેવામાં આવે છે. ગઈકાલે જે સભા હતી તેમાં લોકો ખૂબ જ ગુસ્સામાં હતા કારણ કે ચૈતરભાઈ પર લેવામાં આવેલા પગલાંને આદિવાસી સમાજ પોતાનું અપમાન માને છે. માટે હવે આદિવાસી સમાજ ચૈતર વસાવા માટે ચૂંટણી લડશે અને જે જગ્યા પર લોકો ચૂંટણી લડતા હોય છે, તેને કોઈ હરાવી નથી શકતું.

 


Share this Article
TAGGED: