રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીને આજે કોઈ ઓળખની જરૂર નથી. હાલમાં તે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ માનવામાં આવે છે. બિઝનેસ પ્રત્યેનો તેમનો જુસ્સો તેમના પિતા ધીરુભાઈ અંબાણી પાસેથી વારસામાં મળેલો વારસો છે, પરંતુ મુકેશે રિલાયન્સને જે મહેનતથી આગળ લઈ લીધું છે તેનો શ્રેય તેમને મળવો જોઈએ.
આજે અહી તમને નીતા અને મુકેશ અંબાણી વિશે 4 વાતો જણાવવામા આવી રહી છે જે તમે આ અગાઉ ક્યાંય નહીં સાંભળી હોય!
1) આ વાતથી ડરે છે: મુકેશ અંબાણીએ પોતે એક વખત કહ્યું છે અને તેઓ ખૂબ જ શરમાળ છે અને તેઓ જાહેરમાં બોલતા ખૂબ ડરે છે.
2) દારૂને નથી લગાડ્યો ક્યારેય હાથ: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ખૂબ જ સાદું જીવન જીવવા માટે પ્રખ્યાત છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે દારૂને હાથ પણ લગાવતા નથી.
3) હોકીમાં છે ખુબ રસ: મુકેશ અંબાણીનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ ક્યારેય કોઈનાથી છુપાયેલો નથી. તે પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના માલિક છે. જો કે, બહુ ઓછા લોકો જાણતા હશે કે તેમને હોકીમાં પણ ઘણો રસ હતો. શાળા-કોલેજના દિવસોમાં તેઓ હોકી ખૂબ રમતા હતા.
4) મુકેશ અંબાણી માટે પિતા ધીરુભાઈએ પસંદગી કરી હતી નીતા અંબાણીને: ધીરુભાઈ અંબાણીએ મુકેશ અંબાણી માટે નીતા અંબાણીની પસંદગી કરી હતી. ધીરુભાઈએ પહેલીવાર નીતાને પરંપરાગત નૃત્યના કાર્યક્રમમાં જોઈ હતી. આ પછી તેણે ફોન કર્યો, નીતાએ ફોન ઉપાડતા જ તેને લાગ્યું કે કોઈ તેની સાથે મજાક કરી રહ્યું છે. આ જ કારણ છે કે શરૂઆતમાં તેણે બે વાર કોલ કટ કર્યો હતો. ત્રીજી વખત કોલ કર્યા બાદ નીતા અંબાણી અને ધીરુભાઈ અંબાણી વચ્ચે વાતચીત થઈ હતી.