Odisha Coromandel Express Accident: ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક શુક્રવારે સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના અનુસાર, આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો આ અકસ્માતમાં ઘાયલ થયા છે. આ સાથે અનેક મુસાફરો ટ્રેનમાં ફસાઈ જવાની આશંકા છે. બીજી તરફ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે.
#WATCH | Morning visuals from the site in Odisha's Balasore district where two passenger trains and one goods train met with an accident yesterday
Rescue operations underway pic.twitter.com/gBn45RzncG
— ANI (@ANI) June 3, 2023
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, માહિતી અને જનસંપર્ક વિભાગ, ઓડિશાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘2 જૂન 2023 ના રોજ બહાનાગા, બાલાસોર ખાતે દુ:ખદ ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસના રાજ્ય શોકનો આદેશ આપ્યો છે અને તેથી 3 જૂને સમગ્ર રાજ્યમાં કોઈ તહેવારની ઉજવણી કરવામાં આવશે નહીં. બહાનગા સ્ટેશન નજીક હાવડા એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીની ટક્કરથી આ દુર્ઘટના થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે મુસાફરોને લઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ (12841)ના 10 થી 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000-50,000 રૂપિયાની પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. અકસ્માત બાદ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ એક્શનમાં આવ્યા છે. તેમણે અકસ્માત બાદ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તેણે ANIને કહ્યું, ‘આ અકસ્માત શા માટે થયો તે જાણવા માટે મેં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. મૂળ કારણ સુધી પહોંચવું જરૂરી છે.
અહીંના લોકો ઝાડા થવા માટે લોહી પીવે છે, સૌથી મોટા પેટવાળા વ્યક્તિને માનવામાં આવે છે અસલી હીરો
આ સિવાય ગોવાની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોન્ચિંગ રદ કરવામાં આવ્યું છે. હકીકતમાં PM મોદી શનિવારે ગોવાની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવાના હતા. પરંતુ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને કારણે તેનું લોન્ચિંગ હાલ પૂરતું રદ કરવામાં આવ્યું છે. PM મોદી શનિવારે સવારે વીડિયો લિંક દ્વારા ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરવાના હતા. તે જ સમયે, સમારોહમાં રેલ મંત્રીને મડગાંવ સ્ટેશન પર હાજર રહેવાનું હતું. રેલવે મંત્રી હવે ઓડિશા જવા રવાના થયા છે.