વિરમગામ નગરપાલિકા હદ વિસ્તારમાં અંદાજે 50 વર્ષથી વધુના દબાણ પર આજે વહેલી સવારથીલ સપાટો બોલાવવામાં આવ્યો હતો.
વાત કરીએ તો વિરમગામ નગરપાલિકા દ્વારા વિરમગામ શહેરના હાર્દ સમા તથા વિરમગામ શહેરમાં પ્રવેશવાના રસ્તા પર વર્ષો જુના દબાણકર્તા દ્વારા દબાણો ખડકી દેવામાં આવ્યા હતાં.
જોકે આ દબાણો તોડવા માટે 8 જેટલા JCB અને 3 જેટલા બ્રેકર કામે લાગ્યા હતાં.
અંદાજીત 200 જેટલા રહેણાંકના મકાન તથા 6 જેટલા ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. જોકે આ કામ કરવા માટે નગરપાલિકા તંત્ર સાથે 100 જેટલા પોલીસ કોન્સ્ટેબલ 1 પોલીસ ઇન્સ્પેક્ટર તથા 2 PSI જોડાયા હતાં.