India News: જો તમે તમારા બાળકને સ્માર્ટફોન આપો છો, અથવા તે ઓનલાઈન ગેમ્સ રમવા ટેવાયેલું છે અને તમારો ફોન વાપરે છે, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આવા જ એક કેસમાં મહિલાના ખાતામાંથી 1 લાખ રૂપિયા ગુમ થઈ ગયા ગતા. 42 વર્ષની મહિલા સાથે ઓનલાઈન છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. મહિલાએ જણાવ્યું કે તેને એક ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ દ્વારા છેતરવામાં આવી હતી. આ છેતરપિંડીમાં તેણે 1 લાખ રૂપિયા ગુમાવ્યા છે. બન્યું એવું કે તેના 14 વર્ષના પુત્રએ તેના સ્માર્ટફોન પર એક રમતમાં ભાગ લીધો હતો. આનો ફાયદો ઉઠાવીને તે ઓનલાઈન પ્લેટફોર્મે મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી.
શું છે મામલો?
FIR અનુસાર આ સમગ્ર મામલો 16 ફેબ્રુઆરીથી શરૂ થયો હતો. સરોજના પુત્ર સુમિતે તેમને જણાવ્યું કે તે પ્રોબો નામની ઓનલાઈન ગેમ રમી રહ્યો હતો. આ ગેમમાં કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના હતા અને સુમિતે કહ્યું કે તેણે આ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા જેના માટે તેને ₹40નું ઈનામ પણ મળ્યું. આ સરળ જીતથી ખુશ તઈને સુમિતે 26 ફેબ્રુઆરીની રાત્રે ફરીથી ગેમમાં ભાગ લીધો અને બીજા 40 રૂપિયા પણ જીત્યા.
પરંતુ પછીના દિવસે સવારે જે બન્યું તેનાથી બધાને આશ્ચર્ય થયું. જ્યારે સરોજના મોબાઈલ પર એક OTP આવ્યો હતો. સુમિતે અજાણતાં આ OTP કોલ કરનારને આપી દીધો. બાદમાં જ્યારે સરોજે તેનો ફોન ચેક કર્યો ત્યારે તેને ખબર પડી કે તેના બેંક ખાતામાંથી ₹1 લાખ ઉપાડી લેવામાં આવ્યા છે. મહિલા સમજી ગઈ કે કોઈએ ફ્રોડ કર્યો છે. સરોજે તાત્કાલિક કાથલાલ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે તેની ફરિયાદ નોંધી હતી.
નોંધનીય છે કે તાજેતરમાં જ હરિયાણા ટેક્સ વિભાગે પ્રોબો મીડિયા ટેક્નોલોજીને ₹1,500 કરોડની નોટિસ મોકલી હતી. તેના પર ટેક્સ ચોરી અને ખોટી માહિતી આપવાનો આરોપ છે. જુગારને પ્રોત્સાહન આપવા બદલ મુંબઈ પોલીસે જુલાઇ 2022માં પ્રોબો સામે પણ કાર્યવાહી કરી હતી.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
કેવી રીતે ફ્રોડમાંથી બચી શકાય?
– તમારા પરિવારને ઑનલાઇન જોખમો વિશે, ખાસ કરીને બાળકોને આ વિશે માહિતી આપો. તેમને સમજાવો કે તેઓએ તેમનો OTP અથવા બેંક વિગતો કોઈને આપવી જોઈએ નહીં.
– મહત્વપૂર્ણ એકાઉન્ટ્સ પર Two-factor authentication લાગુ કરવું આવશ્યક છે.
– કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા માટે તમારા બેંક સ્ટેટમેન્ટ નિયમિતપણે તપાસો.
– દરેક જગ્યાએ અલગ અને સ્ટ્રોંગ પાસવર્ડ બનાવો.
– ઓનલાઈન ફ્રોડથી સાવચેત રહો જેથી કરીને તમે છેતરપિંડી કરનારાઓની જાળમાં ન ફસાઈ જાઓ.
– કોઈપણ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને તેની માહિતી તપાસો.