PM Narendra Modi એ કર્ણાટક ચૂંટણીના પરિણામો પછી ટ્વિટ કર્યું છે અને કહ્યું છે કે હું કોંગ્રેસ પાર્ટીને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત માટે અભિનંદન આપું છું. લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે મારી શુભકામનાઓ. કર્ણાટક ચૂંટણીમાં અમારું સમર્થન કરનારા તમામનો હું આભાર માનું છું. હું ભાજપના કાર્યકરોની મહેનતની કદર કરું છું. આગામી સમયમાં અમે કર્ણાટકની સેવા વધુ ઉત્સાહ સાથે કરીશું.
અહીં, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ (CM Basavaraj Bommai)એ કહ્યું છે કે હું કર્ણાટક વિધાનસભા ચૂંટણી (કર્ણાટક ચૂંટણી 2023)ની આ હારની જવાબદારી લઉં છું. આના ઘણા કારણો છે. અમે તમામ કારણો શોધી કાઢીશું અને સંસદીય ચૂંટણી માટે ફરી એકવાર પાર્ટીને મજબૂત કરીશું. અમે કર્ણાટકના લોકોનો નિર્ણય સ્વીકારીશું અને અમે તેનું વિશ્લેષણ કરીશું.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ની મતગણતરીથી નવી વિધાનસભાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કોંગ્રેસ સ્પષ્ટપણે પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પરત ફરી રહી છે. તે સ્પષ્ટ છે કે કર્ણાટકના મતદારોએ છેલ્લા 35 વર્ષની પરંપરા જાળવી રાખી છે, જેના હેઠળ તેઓ દર વખતે સરકાર બદલતા હોય છે. કર્ણાટકની ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ બંને માટે ખૂબ મહત્વની માનવામાં આવતી હતી.