PM Kisan Samman Nidhi:પીએમ કિસાન સમ્માન નિધીનો ૧૪મા હપતાની રાહ દેશના કરોડો ખેડૂતો કરી રહ્યા છે. આશા છે કે મેના અંતમાં ખેડૂતોના ખાતામાં હપતાના નાણાં આવી જશે. ખેડૂતોને ૧૦૦ ટકા પીએમ કિસાન નિધિનો ફાયદો આપવા માટે યોગી સરકારે ૨૨ મેથી મોટું અભિયાન શરૂ કર્યું છે. ગ્રામ પંચાયત લેવલે સંતૃપ્તિ અભિયાન ૨૨ મેથી શરૂ થઈને ૧૦ જૂન સુધી ચાલશે. આ અગાઉ સરકારના પ્રતિનિધીઓએઘરે-ઘરે જઈને ખેડૂતોની યાદી તૈયાર કરી છે, જે વિવિધ કારણોસર વંચીત છે.
તમામ ખેડૂતોને મળે કેન્દ્રની યોજનાનો લાભ
ઉત્તર પ્રદેશમાં અત્યારે ૨.૮૩ કરોડ ખેડૂતોને પીએમ કિસાન નિધિનો ફાયદો મળે છે. સીએમ યોગી આદિત્યાનાથે થોડા દિવસ અગાઉ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે સતત અભિયાન ચલાવીને પ્રદેશના તમામ ખેડૂતોને કેન્દ્રની યોજનાનો લાભઆપવો જોઈએ. આ અભિયાનની સીધી મુખ્ય સચિવ દુર્ગાશંકર મિશ્ર દ્વારા મોનિટરિંગ કરાઈ રહી છે. તમને જણવી દઈએ કે પીએમ કિસાન નિધીના અત્યાર સુધી ૧૩ હપતા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ ચૂક્યા છે.
૨૨ મેથી ૧૦ જૂન સુધી ચાલશે અભિયાન
હવે જૂના નોંદાયેલા ખેડૂતોની બાબતો અને નવા ખેડૂતોને યોજનાથી જોડવા માટે ૨૨ મેથી અભિયાન ચાલશે. આ અભિયાનને ૧૦ જૂન સુધી ચલાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દેરક ગ્રામ પંચાયત સ્તરે સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ખેડૂત લાભાર્થી સંતૃપ્તિ અભિયાન ચલાવવમાં આવશે. આ અભિયાન અઠવાડિયામાં પાંચ દિવસ સોમવારથી શુક્રવાર ચાલશે. અભિયાન અંતર્ગત મહેસૂલ વિભાગ, ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજ વિભાગ સહિત કૃષિ વિભાગના અધિકારી અને કર્માચારી જોડાશે.
ખેડૂતોને લઈ મહત્ત્વની બેઠક
ગ્રામ પંચાયત કક્ષાએ યોજાનારી શિબિરમાં ગ્રામ પ્રધાન, ગ્રામ વિકાસ અધિકારી, પંચાયત સચિવ અને લેખપાલ વગેરે ઉપસ્થિત રહેશે. ગત દિવસોમાં મુખ્ય સચિવે આ યોજનામાં અત્યાર સુધી વંચિત ખેડૂતોને લઈને મહત્વની બેઠક યોજી હતી. જેમાં અલગ-અલગ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે મોટી સંખ્યામાં એવા ખેડૂતો છે જેમણે હજુ સુધી ઓપન સોર્સથી અરજી કરી નથી.
500 Note: 2000 બાદ હવે 500ની નોટને લઈ સૌથી મોટું અપડેટ, લોકોએ 1000 કામ પડતાં મૂકી જાણી લેવું જોઈએ
Gujarat weather: અંગ દઝાડતી ગરમી ઘટવાને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, લોકો ખુશ-ખુશાલ થઈ ગયાં
ગ્રામ પંચાયત કક્ષાએ ચાલી રહેલા ડોર ટુ ડોર સર્વે અને પ્રચાર અભિયાનની પણ અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવશે. આ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ ગ્રામ પંચાયતની મુલાકાત લેશે અને કેમ્પનું નિરીક્ષણ કરશે.