મહિલાઓને ભેટ, કરોડોના ખાતમુહૂર્ત…. આજથી બે દિવસ વડાપ્રધાન મોદી ગુજરાતમાં, જાણો આખો કાર્યક્રમ અને એજન્ડા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendr modi) 26-27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે જે દરમિયાન તેઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ (Vibrant Gujarat Global) સમિટના 20 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન કરોડો રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

 

વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 27 સપ્ટેમ્બરે સવારે લગભગ 10 વાગ્યે વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમમાં ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગસાહસિકો, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકોની ભાગીદારી જોવા મળશે.

 

તેમાં કહેવામાં આવ્યું છે કે, “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં કરવામાં આવી હતી.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 27 સપ્ટેમ્બરે બપોરે લગભગ 1.45 વાગ્યે મોદી છોટા ઉદેપુરના બોડેલી પહોંચશે, જ્યાં તેઓ 5,200 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ

26મી સપ્ટેમ્બર: 17:30 દિલ્હીથી અમદાવાદ માટે રવાના
26 સપ્ટેમ્બર: 19:00 અમદાવાદ એરપોર્ટ પર આગમન.
26 સપ્ટેમ્બર: 19:10 અમદાવાદ એરપોર્ટ પર નારી વંદના કાર્યક્રમ
26 સપ્ટેમ્બર: 19:50 એરપોર્ટથી રાજભવન, ગાંધીનગર
26 સપ્ટેમ્બર: 20:15 રાજભવન ખાતે રાત્રિ રોકાણ

 

Breaking: ‘ડિસીઝ-એક્સ’નામનો નવો વાયરસ સામે આવતા સમગ્ર વિશ્વમાં ફફડાટ, કોરોના કરતાં સાત ગણો ખતરનાક છે આ વાયરસ! 

સરકારનું મોટું એલાન, હવે તમારે દર મહિને કહેવું પડશે કે તમારી પાસે કેટલી ખાંડ છે, જાણો શા માટે આવો નિર્ણય લીધો

ભોજપુરીની આ ફેમસ એક્ટ્રેસે તો બોલ્ડનેસની હદ વટાવી,ધડાધડ સોશ્યલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે!!

 

27 સપ્ટેમ્બરનો કાર્યક્રમ

PM મોદી રાત્રે 9:30 કલાકે અમદાવાદ સાયન્સ સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.
સવારે 11:30 કલાકે બોડેલીના સરકારી કાર્યક્રમમાં હાજરી
14:45 કલાકે બોડેલીથી વડોદરા
14:45 કલાકે વડોદરા એરપોર્ટ પર આગમન
15:30 વાગ્યે નારી વંદના કાર્યક્રમ સાથે વડોદરા એરપોર્ટ પર સ્વાગત
15:45 વાગ્યે વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા માટે પ્રસ્થાન.

 


Share this Article