PM Narendra Modi News: નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સરકારે રાષ્ટ્રપતિ સચિવાલયમાંથી 7000 થી 8000 લોકો માટે જગ્યા માંગી છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેઓ રવિવારે (9 જૂન) શપથ લઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ બુધવારે સરકારની રચના અંગે ચર્ચા કરવા સાથી પક્ષો સાથે બેઠક યોજી હતી. હવે આગામી બેઠક 7 જૂને સવારે 11 વાગ્યે બોલાવવામાં આવી છે, જેમાં NDA સંસદીય દળના નેતાઓ હાજરી આપશે. 7 જૂને પીએમ મોદી એનડીએના ઘટક દળના નેતા તરીકે ચૂંટાશે.
પરેશ રાવલ વાપરવાના પૈસા ગર્લફ્રેન્ડ પાસેથી લેતા, 3 દિવસમાં જ છોડી દીધી બેંકની નોકરી, આ પાપ પણ કર્યું
ખરેખર જરૂર હતી કે મજબૂરીનો લાભ લીધો? આમિરે એક કિસિંગ સીન માટે 47 રિટેક લીધા, અભિનેત્રી માતા પણ…
હાથ ધરી હથિયાર, તડકો માથે તપ-તપે, તો’ય ઉભા અડીખમ…. વાસણા પોલીસ તમારી ફરજને સો-સો સલામ
એનડીએની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે.પી. નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, એકનાથ શિંદે, એચ.ડી. કુમારસ્વામી, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી, પવન કલ્યાણ સામેલ હતા. આ ઉપરાંત સુનીલ તટકરે, અનુપ્રિયા પટેલ, જયંત ચૌધરી, પ્રફુલ પટેલ, પ્રમોદ બોરો, અતુલ બોરા, ઈન્દ્ર હેંગ સુબ્બા, સુદેશ મહતો, રાજીવ રંજન સિંહ અને સંજય ઝાએ પણ ભાગ લીધો હતો. બુધવારે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન LKM ખાતે NDAની બેઠક યોજાઈ હતી.