અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં નવ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા બાદ એકાએક ગુજરાતમાં એક માસ સુધી ઓવર સ્પીડ સહિતનાં ટ્રાફિક નિયમ અંગે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવાની કાર્યવાહી કરી છે. ત્યારે પોલીસ દ્વારા સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે રાજ્ય પોલીસ વડાએ સ્પેશિયલ ડ્રાઈવનાં આદેશ આપ્યા છે.
હાઇવે એક સ્પીડ અલગ અલગ હોય છે. અમદાવાદના SG હાઈવે પર સ્પીડ લિમિટ અલગ અલગ જોવા મળી રહી છે જેના કારણે વાહન ચાલકો અસમંજસમાં હોય છે અને અકસ્માતની વણઝાર લાગે છે. ત્રણ બ્રિજ પર અલગ અલગ સ્પીડ લિમિટથી તંત્રની કામગીરી પર ફરી સવાલ ઉઠ્યાં છે.
ત્રણ બ્રિજ પર અલગ અલગ સ્પીડ લિમિટ
ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ વાહનોની સ્પીડને લઇ અનેક સવાલો ઉભા થયા છે ક્યાંક નબીરાઓ ઓવર સ્પીડમાં કાર હંકારે છે તો બીજી તરફ તંત્ર દ્વારા એક જ હાઇવે પરના ત્રણ બ્રિજ પર અલગ અલગ સ્પીડ લિમિટ રાખવામાં આવી છે. ત્રણ ઓથોરિટીએ બનાવેલા બ્રિજ પર સ્પીડ લિમિટ અલગ અલગ છે.
ઓવરસ્પીડમાં અકસ્માત સર્જાવાનો ભય
ત્રણ બ્રિજ એક બાદ એક આવે છે પરંતુ સ્પીડ લિમિટ એક સરખી ન હોવાને કારણે વાહન ચાલકો મુંઝવણમાં હોય છે. જો સ્પીડ ધીમી કરે તો ઓવરસ્પીડમાં આવતા વાહન ચાલકો અડફેટે લઇ અકસ્માત સર્જવાનો ભય રહે છે. વાહનો ચાલકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે એક હાઇવે છે તો સ્પીડ એક સરખી કરવી જોઈએ જેથી અકસ્માત ઓછા થાય.
વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા આ મંદિરનું રહસ્ય, આ મંદિર 1000 વર્ષથી પાયા વગર ઊભું છે.
2025 સુધી આ 3 રાશિઓ હવામાં જ ઉડશે, એટલા પૈસા કમાશે કે ઘરમાં જગ્યા નહીં રહે, જાણો કેમ??
ટ્રાફિક પોલીસે 9 સ્પીડ ગન વસાવી
4 માસમાં સ્પીડ ગનથી માત્ર 156 જ ઈ મેમો જનરેટ કરાયા .. નેશનલ અને સ્ટેટ હાઇવે દ્વારા બનાવેલા બ્રિજ પર અલગ અલગ સ્પીડ લિમિટને કારણે લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે હવે તંત્ર ક્યારે આ પસીડ લિમિટને લઇ કામગીરી કરે છે તે જોવાનું રહ્યું .