દંતેવાડા નક્સલી હુમલા (Dantewada Naxalite Attack) ના એક દિવસ બાદ, જેમાં 10 જવાનો શહીદ થયા હતા. માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટ પછીના વિડિયોને પકડ્યો છે. વીડિયો જોયા બાદ જે જાણવા મળ્યું તે એ છે કે હુમલા દરમિયાન એક જવાને વાહનની પાછળ આશ્રય લીધો હતો. આ સાથે જ નક્સલવાદીઓ પર જવાબી ગોળીબાર કરવામાં જવાનને સફળતા મળી હતી.
Shocking video shows moments before #IEDBlast that killed 10 Jawans and a civilian were killed in Chhattisgarh's Dantewada
News18's @toyasingh and @Arunima24 analyse the events seen in the video #Chhattisgarh #DantewadaAttack #NaxalAttack #Dantewada pic.twitter.com/QvM2FzQRJf
— News18 (@CNNnews18) April 27, 2023
ગ્રામજનોએ પણ આ હુમલાની નોંધ કરી હતી. જોકે પોલીસે હજુ સુધી વીડિયોની પુષ્ટિ કરી નથી. વિડિયોમાં, એક પોલીસકર્મી વિસ્ફોટ પછી રોડની બાજુમાં ક્રોલ કરતો અને પછી માઓવાદીઓ પર ગોળીબાર કરતો જોઈ શકાય છે. એક દોરા જેવી વસ્તુ પણ રસ્તા પર પડેલી જોઈ શકાય છે, જે આઈઈડી સાથે જોડાયેલ વાયર હોવાની આશંકા છે જેની સાથે સુરક્ષા કર્મચારીઓને લઈ જઈ રહેલા વાહનને ઉડાવી દેવામાં આવ્યું હતું.
વીડિયોમાં એક વ્યક્તિને ‘ઉડ ગયા, પુરા ઉડ ગયા’ કહેતા પણ સાંભળી શકાય છે. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે અવાજ કોઈ સ્થાનિક વ્યક્તિનો છે કે હુમલાખોરનો કે સુરક્ષાકર્મીઓનો. તમને જણાવી દઈએ કે બુધવારે દંતેવાડામાં નક્સલીઓએ કરેલા IED બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 10 જવાન અને એક નાગરિક શહીદ થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે બુધવારે બપોરે દંતેવાડાના અરનપુર રોડ પર નક્સલવાદીઓએ પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) ની એક ટીમ એક વાહનમાં તેના મુખ્યાલય પરત ફરી રહી હતી ત્યારે અરનપુર રોડ પર લગાવવામાં આવેલ IED વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 10 જવાન અને ડ્રાઈવર માર્યા ગયા હતા.
રડતા રડતા ગળું સુકાઈ ગયું, નાના બાળકોને છાતીએ રાખી આક્રંદ… શહીદોના પરિજનોની હાલત તમને પણ રડાવી દેશે
લગ્નની સિઝનમાં સોના-ચાંદીના ભાવમાં ફરીથી આજે જોરદાર ઉછાળો, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ ભાવ
પોલીસ મહાનિરીક્ષક (બસ્તર રેન્જ) સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ અરનપુર પોલીસ સ્ટેશનની હદમાં બપોરે 1 થી 1:30 વાગ્યાની વચ્ચે થયો હતો, જ્યારે રાજ્ય પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) ની એક ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી.