India News: દેશની રાજધાની દિલ્હીથી શરૂ થયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) વિરૂદ્ધ પોસ્ટર વોર હવે ગુજરાતમાં પહોંચી ગયું છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણી જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેના પર લખ્યું છે- મોદી હટાઓ, દેશ બચાવો. જેને લઈને ગુજરાત પોલીસ પણ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. આ કેસમાં ગુજરાત પોલીસે આઠ લોકોની અટકાયત કરી છે.
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મોદી હટાઓ, દેશ બચાવોના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસે આ અંગે કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત પોલીસનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વાંધાજનક શબ્દો લખીને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ મામલે ગુજરાત પોલીસે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી દરોડા પણ શરૂ કર્યા છે.
ગુજરાત પોલીસે અમદાવાદના મણિનગર, ઈસનપુર, વટવા અને અન્ય વિસ્તારોમાંથી આઠ લોકોની અટકાયત કરી છે. ગુજરાત પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, નટવરભાઈ પોપટભાઈ, જતીનભાઈ, ચંદ્રકાંતભાઈ પટેલ, કુલદીપ શરદકુમાર ભટ્ટ, બિપીન રવિન્દ્રભાઈ શર્માને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે અજય સુરેશભાઈ ચૌહાણ, અરવિંદ ગોરજીભાઈ ચૌહાણ, જીવનભાઈ વાસુભાઈ મહેશ્વરી અને પરેશ વાસુદેવભાઈ તુલસીયાની પણ ધરપકડ કરી છે.
આ ધરપકડોને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ઈશુદાન ગઢવીએ સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોની ધરપકડ પર આકરી પ્રતિક્રિયા આપતા ઇશુદાન ગઢવીએ કહ્યું કે ભાજપ ડરી ગયો છે. ભાજપને પડકાર આપતાં તેમણે કહ્યું કે તમે ગમે તેટલો પ્રયાસ કરો, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો લડશે.
જો તમે પણ મચ્છર ભગાડવાની અગરબત્તી કરીને સુઈ જતા હોય તો સાવધાન, 6 લોકોના મોતથી આખા દેશમાં ફફડાટ
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પણ મોદી હટાઓ, દેશ બચાવોના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ મામલામાં દિલ્હી પોલીસે કેસ નોંધીને ધરપકડ શરૂ કરી છે. દિલ્હી પોલીસની કાર્યવાહી બાદ દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ આ પોસ્ટરો લગાવવાની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે પાર્ટીએ 11 ભાષાઓમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ પોસ્ટર છાપ્યા છે.