ધોરણ બે માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસે શું અપેક્ષા હોય ? એ સારી રીતે ભણે, સારા માર્ક લાવે. પણ ક્યારેય વિચાર્યું છે કે આટલો ટાબરિયુ ગિનિસ બુકમાં પોતાનું સ્થાન બનાવશે કે વર્લ્ડ રેકોર્ડ તોડશે ?? તો બસ થોડા જ મહિના રાહ જોવી પડશે. પ્રિયાંશ બ્રહ્મભટ્ટ હાલમાં ત્રણ રેકોર્ડ તોડવા માટેની તડામાર તૈયારી કરી રહ્યો છે. 5 વર્ષની ઉંમરે પહેલી રૂબીક ક્યુબ સોલ્વ કર્યા બાદ આ બાળકે ક્યારે પણ પાછું વળીને નથી જોયું. પ્રિયાંશ બ્રહ્મભટ્ટ નામનો આ દીકરો એક નહીં પણ અનેક ટેલેન્ટ ધરાવે છે.
ચાર વર્ષની ઉંમરથી જ તે ક્યુબ સાથે રમતો હતો. પણ તેને સોલ્વ કરતા તેને નહોતું આવડતું. બહેનની મદદ લઈને માત્ર બે જ વારમાં તેણે રૂબીક ક્યુબ સોલ્વ કરતા શીખી લીધું. અત્યારે આ બાળક દસ મિનિટમાં 14 ક્યુબ સોલ્વ કરે છે. શરૂઆતમાં તો માતા પિતાએ તેની આ કળા ઉપર વધુ ધ્યાન નહોતું આપ્યું. પણ પછી જ્યારે પણ પ્રિયાંશ બહાર જાય ત્યારે રૂબીક ક્યુબ લેવાનો આગ્રહ રાખે. જેથી માતા-પિતા દ્વારા તેને ખાસ તાલીમ માટે મૂકવામાં આવ્યો હતો. જ્યાં તેણે એક દિવસમાં એક ક્યુબ સોલ્વ કરીને સૌ કોઈને અચંબામાં મૂક્યા હતા.
દસ દિવસના ટૂંકા ગાળામાં તેને દસ ક્યુબ સોલ્વ કરતા સંસ્થા દ્વારા માતા-પિતાને બોલાવીને આ બાળક વેલેન્ટેડ હોવાનું કહીને તેને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું. તેથી હવે આગામી મે મહિનામાં વર્લ્ડ રેકોર્ડમાં, જૂન મહિનામાં એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં અને જુલાઈમાં ગિનીસ બુકમાં સ્થાન મેળવવા માટે પ્રિયાંશ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પ્રિયાંશ માત્ર ઉભા ઉભા ક્યુબ સોલ નહીં કરે પણ દુનિયાની નજરે ચડવા માટે તે સ્કેટિંગ ઉપર એક કિલોમીટરનું અંતર કાપીને સોલ્વ કરશે. હાલમાં આની માટે તે રોજ બે કલાક પ્રેક્ટિસ કરી રહ્યો છે.
પ્રિયાંશના માતાએ જણાવ્યું હતું કે, તે તમામ ક્ષેત્રમાં પોતાનું ઉત્કૃષ્ટ આપે છે પછી તે અભ્યાસ હોય કે ઈતર પ્રવૃત્તિ. પ્રિયાંશ ક્રાફ્ટમાં પણ ખૂબ જ નિપુણ છે. એને માત્ર કાતર અને કાગળ આપી અને જે વસ્તુ બનાવવા કો એ તે બનાવી શકે છે. આ ઉપરાંત ડ્રોઈંગમાં પણ તે પારંગત છે. હાલમાં તે મોઝેક ઉપર કામ કરી રહ્યો છે. સો ક્યુબમાંથી તમે કહો તેનું ચિત્ર તે બનાવી આપી શકે છે. દીકરાની આ ટેલેન્ટને આગળ વધારવા માટેના અમારા પ્રયાસ છે.
IPL પૂરી થતાં તરત જ આ ભારતીય ખેલાડી સંન્યાસ લઈ લેશે! વારંવાર પસંદગીકારો અને કેપ્ટન સાથે દગો કર્યો
અમેરિકામાં એવો વિસ્ફોટ થયો કે કરોડો ભારતીયની આંતરડી કકળી ઉઠી, 18 હજાર ગાયોના મોત થતાં જગત હચમચી ગયું
પ્રિયાંશ એ મને મળેલી ઈશ્વરની ભેટ જ છે. દીકરી પછી 17 વર્ષે પ્રિયાંશનો જન્મ થયો છે. જેથી આ 17 વર્ષનો ગાળો ઈશ્વરે તેનામાં તમામ ટેલેન્ટ ભરીને પરિપૂર્ણ કરીને આપ્યો છે. હાલમાં તો તેની આ ટેલેન્ટની નોંધ લેવામાં આવે અને તેને મોટું સ્ટેજ તેની કળાને પ્રદર્શિત કરવા માટે મળે તેવા પ્રયાસો છે.