world News: કતારમાં 8 ભારતીયોને મોતની સજા ફટકારવામાં આવી છે. કતારમાં કોર્ટના નિર્ણય પર ભારત સરકારનું નિવેદન આવ્યું છે. કતારમાં 8 ભારતીયોને મૃત્યુદંડની સજાના નિર્ણય પર વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે આનાથી ખૂબ જ આઘાતમાં છીએ અને અમે વિગતવાર નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ અને તમામ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છીએ.
વિદેશ મંત્રાલયે કહ્યું કે અમારી પાસે પ્રાથમિક માહિતી છે કે અલ દહરા કંપનીના 8 ભારતીય કર્મચારીઓ સાથે સંબંધિત કેસમાં કતારની કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામને ફાંસીની સજા સંભળાવી છે. તમને જણાવી દઈએ કે આ આઠ ભારતીયો ગયા વર્ષે ઓક્ટોબરથી કતારની કસ્ટડીમાં છે.
વિદેશ મંત્રાલયે કહ્યું, ‘અમે મૃત્યુદંડના નિર્ણયથી અત્યંત આઘાતમાં છીએ અને વિગતવાર નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાનૂની વિકલ્પોની શોધ કરી રહ્યા છીએ.
અમે આ બાબતને ખૂબ મહત્વ આપીએ છીએ અને તેની નજીકથી દેખરેખ રાખી રહ્યા છીએ. અમે તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડવાનું ચાલુ રાખીશું. અમે આ નિર્ણયને કતારી સત્તાવાળાઓ સાથે પણ ઉઠાવીશું. આ કેસની કાર્યવાહીની ગોપનીય પ્રકૃતિને કારણે આ સમયે વધુ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.
ગુજરાતીઓ કોઈનો કોલ આવે અને આવું બોલે તો ચેતી જજો… સુરતમાં 11 લોકોની ગેંગ ઉઘાડી લૂંટ કરી રહી છે
અમદાવાદમાં દબાણ દૂર કરનાર AMC ના અધિકારી પર જીવલેણ હુમલો, લોહીલુહાણ કરી નાખ્યા, સમગ્ર રાજ્યમાં ફફડાટ
ભાજપની મહિલા નેતાનો ટ્રક સાથે ભયંકર અકસ્માત, કારની અંદર જીવતી સળગી ગઈ, દર્દનાક મોતથી હાહાકાર
વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ તમામ ભારતીય નૌકાદળના પૂર્વ કર્મચારી રહી ચૂક્યા છે. ભારતીય કર્મચારીઓ ઓગસ્ટ 2022 થી ત્યાં કસ્ટડીમાં છે. કતારના સત્તાવાળાઓ દ્વારા તેમની સામેના આરોપો જાહેર કરવામાં આવ્યા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તાજેતરમાં કહ્યું હતું કે આ કેસમાં સાતમી સુનાવણી 3 ઓક્ટોબરના રોજ થઈ હતી અને ભારત ‘કોર્ટ ઓફ ફર્સ્ટ ઈન્સ્ટન્સ’માં કાર્યવાહી પર નજર રાખી રહ્યું છે. તમામ આઠ ભારતીય ખાનગી કંપની દહારા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસમાં કામ કરતા હતા. કતારમાં ભારતના રાજદૂત 1 ઓક્ટોબરે આ કર્મચારીઓને જેલમાં મળ્યા હતા.