આજ સુધી તમે ઘણી રાણીઓના સૌથી મોંઘા શોખ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ અમે તમને જે રાણીના શોખ વિશે જણાવી રહ્યા છીએ તે જાણીને તમે ચોંકી જશો. આ રાણી ગધેડાના દૂધથી સ્નાન કરતી હતી. હા… ભલે તમને સાંભળીને નવાઈ લાગી હોય પણ આ સત્ય છે. આ રાણી 700 ગધેડાનું દૂધ મેળવતી હતી અને તે આવું કેમ કરતી હતી તે એક મોટું રહસ્ય છે.
આ રાણીનુ નામ છે ક્લિયોપેટ્રા. આ રાણી ઇજિપ્તની શાસક હતી. એવું કહેવાય છે કે ક્લિયોપેટ્રાએ ઇજિપ્ત પર 51 BC થી 30 BC સુધી શાસન કર્યું હતું અને તે સમયે ક્લિયોપેટ્રાને વિશ્વની સૌથી ધનિક અને સૌથી સુંદર મહિલા માનવામાં આવતી હતી.
પોતાની સુંદરતા દ્વારા આ રાણી રાજાઓ અને સૈન્ય અધિકારીઓને પોતાની જાળમાં ફસાવીને પોતાના તમામ કામ કરાવી લેતી હતી. આટલું જ નહીં તેણે સેંકડો પુરુષો સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા છે.
સુંદર દેખાવા માટે ક્લિયોપેટ્રા દરરોજ 700 ગધેડાનું દૂધ મંગાવતી હતી અને પછી તે તેનાથી સ્નાન કરતી હતી. આ કારણે રાણીની ત્વચા હંમેશા સુંદર રહેતી. જો કે આ મહારાણી ક્લિયોપેટ્રાનું મૃત્યુ માત્ર 39 વર્ષની વયે થયું હતું અને તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે આજ સુધી એક રહસ્ય છે.