ગુજરાતના 182 તાલુકામાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે છેલ્લા 12 કલાકમાં 182 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ મહુવામાં 5.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુત્રાપાડામાં 5.5, વ્યારામાં 5.4 ઈંચ, જુનાગઢમાં 5.3, જુનાગઢ શહેરમાં 5.3 ઈંચ, તાપીનાં વલોડમાં 5 ઈંચ, ડોલવડ 5 ઈંચ, તિલકવાડા 4.2, બારડોલીમાં 4.2 ઈંચ વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, કુંકરમુંડામાં 4.2, ઉનામાં 4 ઈંચ, પાદરા 3.8 ઇંચ, વેરાવળ 3.8 ઇંચ, તલાલા,3.5 ઇંચ, નાદોંદ 3.5, ડભોઇ 3.5, કોડીનાર 3.5, ઉમરાડા 3.1, બોડેલી મહેમદાવાદ તારાપુરમાં 3.3 ઇંચ વરસાદ, બાબરા બોરસદ વડોદરા 3.3 ઇંચ વરસાદ નોંધાયો, ડાંગના સુબિરમાં 3.4 ઇંચ સોનગઢમા 3.4 ઇંચ, વાસંદા બાયડ અને નિઝર ગરૂડેશ્વર 2.6 ઇંચ વરસાદ, હાલોલ, ગણદેવી બાલાસિનોર, 2.5 વરસાદ નોંધાયો હતો.
તેમજ ગીર ગઢડા, ધનસુરા, સુજીત્રા 2.2 વરસાદ નોંધાયો. ચિખલી,ઉપલેટા અને મળીયાહાઠીના ,જેતપુરપાવી,ગઢડા2.2 વરસાદ નોંધાયો. વઘઇ, આણંદ કરજણ પેટલાદ, 2.1 વરસાદ નોંધાયો. ગળતેશ્વર, મહુધા, માલપુર, અંજાર 2, ઇંચ વરસાદ નોધાયો. ભાવનગર 1.7 ઇંચ વરસાદ નોંધાયો હતો.
નિકોલ વિસ્તાર થયો પાણી-પાણી
નવા નિકોલ વિસ્તાર બેટમાં ફેરવાયા હોય તેવા દશ્યો મળ્યા જોવા. નિકોલ વિસ્તારના ભવાની ચોકથી સંગાથ ચોક સુધી બેટ જેવી સ્થતિ જોવા મળી છે જેમાં આખો રોડ પાણીમાં ગરકાવ થતો દેખાઈ રહ્યો છે. ભારે વરસાદને લીધે બેટમાં ફેરવાયેલા વિસ્તારમાં 25 જેટલી સોસાયટી બહાર પાણી ભરાઈ ગયું છે. અડધા ઇંચનાં વરસાદમાં જ આવી સ્થિતિ થઈ છે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે જૂના અમદાવાદમાં પાણીની નિકાલ વ્યવસ્થા કેમ નહીં?
ચોમાસુ સીઝનના પ્રારંભને લઈને ગુજરાતમાં સારા એવા મેઘમંડાણ થયા છે. હવામાન વિભાગની આગાહીને લઈને અનેક વિસ્તારોમાં અવિરત અનરાધાર મેઘમહેર થઈ રહી છે. જેને લઇને નીંચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આગામી બે દિવસમાં ગુજરાતના અનેક શહેરોમાં ભારેથી ભારે વરસાદ નોંધાય તેવા અણસાર વ્યક્ત કરવામાં આવ્યા છે. બીજી બાજુ અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં તંત્ર એલર્ટ બન્યું છે.
આ પણ વાંચોઃ
અદાણીની કંપનીનો બિઝનેસ રાતોરાત આસમાને પહોંચી જશે, હજારો કરોડના રોકાણનો માસ્ટર પ્લાન તૈયાર
LPG સિલિન્ડરના દરમાં ફેરફાર, બેંકોનું મર્જર, જાણો 1 જુલાઈથી શું ફેરફાર થશે જે સીધી તમને અસર કરશે
29 અને 30 જૂને ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ જોવા મળી રહેશે. જેમાં આગામી બે દિવસ એટલે કે 48 કલાક અત્યંત ભારે વરસાદ ત્રાટકે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે 29 અને 30 જૂનના રોજ રાજ્યના બીજા પણ અન્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ત્યારબાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરીથી વરસાદની ગતિ ધીમી પડશે અને વરસાદી ટ્રફ અને સર્ક્યુલેશનને લીધે ભારે વરસાદ પડી શકે તેમ છે.