વાવાઝોડા બાદ 24 કલાકમાં ગુજરાતના 200 તાલુકામાં વરસાદ, અંજારમાં 9 ઈંચ ખાબકતા ગામ દરિયામાં ફેરવાયું

Lok Patrika
By Lok Patrika
Share this Article

હવામાન વિભાગે આજે પાટણ, મહેસાણા અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. બનાસકાંઠામાં પાછલા કલાકોમાં તોફાની વરસાદ થતાં ઠેરઠેર પાણી ભરાયા છે. 17મી જૂનના સવારના 6 વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં તોફાની વરસાદ વરસ્યો છે. જેમાં વડગામ, ધાનેરા, દિયોદર, ભાભર, સુઈગામ, ડીસા, પાલનપુરમાં વરસાદ નોંધાયો છે.

હાલમાં પણ અનેક જગ્યાએ રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. કચ્છ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના ભાગો અને રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છના અંજારમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

lok patrika biparjoy cyclone update

કચ્છના અંજારમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ પડ્યો છે. માંડવી અને ભચાઉમાં સાડા આઠ ઈંચ વરસાદ પડ્યો છે. ભુજ અને મુંદ્રામાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાપર અને નખત્રાણામાં સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગરમાં સાડા 6 ઈંચ વરસાદ પડ્યો ખાબક્યો છે.

મહા વાવાઝોડાંએ કચ્છમાં કેટલું નુકસાન કર્યું? આજે ખુદ ગૃહમંત્રી અમિત શાહ ચેક કરશે, જાણો ગુજરાતનો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાત સરકાર થઈ મહેરબાન, વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારો માટે કરવામાં આવી મોટી જાહેરાત, રોકડા પણ આપશે

કચ્છ અને દ્વારકામાં NDRFની કામગીરી જોઈ રાજીના રેડ થઈ જશો, જીવની જરાય ચિંતા વગર 70 લોકોનું દિલધડક રેસ્ક્યૂ કર્યું

આ ઉપરાંત વાત કરીએ તો રાજ્યના 93 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે. 55 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 33 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 14 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 10 તાલુકામાં 5 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly