હવામાન વિભાગની નવી આગાહીથી ગુજરાતીઓમાં ચિંતા, હળવો વરસાદ પડી રહ્યો છે એ પણ બંધ થઈ જવાનું અનુમાન

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat Weather Forecast :  હવામાન વિભાગે (Meteorological department) આગામી સમયમાં હળવા વરસાદનો પણ અંત આવવાની શક્યતા જણાવી છે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી એક્ટિવ સિસ્ટમ ન હોવાના કારણે ભારે વરસાદની સંભાવનાઓ નથી. જોકે, રાજ્યમાં ગુજરાત (gujarat) સિવાય  કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહેવાની સંભાવનાઓ છે. શનિવારે કરવામાં આવેલી આગાહીમાં હળવો વરસાદ રહેવાની અને તેમાં પણ ઘટાડો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પાંચ દિવસની આગાહીમાં એક દિવસ માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.

 


Share this Article