Meteorological department’s rain forecast: ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજા સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ-પશ્ચિમ ગુજરાતમાં ધડબડાટી બોલાવી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં નોંધાયો છે. અહીં 24 કલાકમાં સવા 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
બોડેલીમાં 8 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં અન્ય તાલુકાઓમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો બોડેલીમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જાંબુઘોડામાં 6 ઇંચ, છોટાઉદેપુરમાં સવા 4 ઈંચ, સંખેડામાં પોણા 4 ઈંચ, સિનોરમાં 3.5 ઈંચ, તિલકવાડામાં પોણા 4 ઈંચ, ડભોઈમાં સવા 2 ઈંચ, બોરસદમાં પોણા 2 ઈંચ, કપરાડામાં 2 ઈંચ, નસવાડીમાં પોણા 2 ઈંચ, આણંદમાં 1.5 ઈંચ વરસાદ હાલોલમાં 1.5 ઈંચ, કવાંટમાં 1.5 ઈંચ, ગરૂડેશ્વરમાં પોણા 2 ઈંચ, વાઘોડિયામાં સવા ઈંચ વરસાદ, શંખેશ્વરમાં 1 ઈંચ, આંકલાવમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગએ આગાહી કરી છે કે આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આજે પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આ વિસ્તારમાં પણ આવી શકે છે વરસાદ
ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, નર્મદા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
30-31 જુલાઈએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
આવતીકાલથી એટલે કે 30 જુલાઈથી વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 જુલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સારબકાંઠામાં વરસાદ ખાબકી શકે છે.
1 અને 2 ઓગસ્ટે પણ વરસાદની આગાહી
1 ઓગસ્ટે પાટણ, સારબકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, ડાંગ, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની સંભાવના જણાવવામાં આવી રહી છે. આ ઉપરાંત 2 ઓગસ્ટે આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, ખેડા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, પાટણમાં વરસાદ વરસી શકે છે.