PM Modi’s visit to Gujarat: પ્રધાનમંત્રી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. આ વખતે તેઓ રાજકોટની મુલાકાત લેવાના છે. આગામી 27 જુલાઈએ પીએમ મોદી રાજકોટની મુલાકાત લેશે. અહીં તેઓ હિરાસર એરપોર્ટનું 27 જુલાઈના રોજ લોકાર્પણ કરશે. કલેકટર તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીના હસ્તે આંતર રાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખુલ્લું મુકવામાં આવશે. પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણથી સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે.
રાજકોટના કુવાડવા ગામ પાસે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે, જેમાં 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, અને પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે. રાજકોટના આ એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે.
એરપોર્ટ પર રનવે ,એપ્રોન , ટેક્સી વે, બોક્સ કલવર્ટ , આઇસોલેશન બે, ફાયર સ્ટેશન સહિતની સુવિધા હશે. એ.જી.એલ સબ સ્ટેશન સો ટકા , ગ્રેડિંગ સો ટકા, ઇન્ટર્નલ એપ્રોચ રોડ પૂર્ણ થઈ ગયેલ છે. ઇન્ટ્રીમ ટર્મિનલ બિલ્ડીંગ ૯૫ ટકા પૂર્ણ થયેલ છે.
આ એરપોર્ટમાં સ્થાનિક વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ ઉર્જાનો ઉપયોગ બને તેટલો ઓછો કરવામાં આવશે. હવાઈપટ્ટી, એક્ઝિટ ટેક્સી, ટ્રેક, પેસેન્જર ટર્મિનલ અને કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગ જેવી સુવિધા અહીં ઉભી કરવામાં આવી છે. એરપોર્ટ પર રેઈન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા સોલાર પાવર સીસ્ટમ પણ લગાવવામાં આવી છે.
આ એરપોર્ટ તૈયાર થતાં જ જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ, મોરબી અને રાજકોટ સહિતના લોકોને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે. હવેથી કચ્છ-સૌરાષ્ટ્રના લોકો ઇન્ટરનેશનલ ફ્લાઇટથી હિરાસર એરપોર્ટ પરથી ઉડાન ભરી શકશે.
હીરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ PM મોદી જંગી સભાને સંબોધન પણ કરશે. ત્યારબાદ ગાંધીનગર જવા રવાના થશે. ગાંધીનગર ખાતે સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ સાથે ડિનર ડિપ્લોમસી કરશે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ સહિત પાર્ટીના હોદ્દેદારો હાજર રહેશે. તેમજ નવી સરકાર રચાયા બાદ CM સહિત ગુજરાતના મંત્રીમંડળ સાથે PM મોદી પ્રથમ બેઠક કરશે.
અહીં ટામેટા ખરીદવા માટે પડાપડી થઈ, 3 કલાકમાં 3000 કિલો ટામેટાં વેચાયા, જાણો અનોખું કારણ
આ ભારતીય પાસે છે 21 કરોડની કિંમતની સુપરકાર, બુલેટની સ્પીડથી પણ વધારે ભાગે! જાણીને ચોંકી જશો
PM મોદીના 2 દિવસના પ્રવાસમાં બીજા દિવસે એટલે કે 28 જુલાઈએ મહાત્મા મંદિર ખાતે યોજાનાર 3 દિવસીય સેમિક્રોન સમિટનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતને સેમિકન્ડક્ટરનું હબ બનાવવાનો વડાપ્રધાનનું સ્વપ્ન છે. ત્યારે PM મોદી 28 જુલાઈએ સેમિક્રોન સમિટનું ઉદ્ઘાટન કરશે.