રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સમાચાર આવી રહ્યા છે કે બંનેએ સાત ફેરા લીધા છે. અહેવાલો અનુસાર, આલિયા અને રણબીરના લગ્ન ચાર પંડિતો દ્વારા કરાવવામાં આવી રહ્યા છે. કપલનો ફેરો શરૂ થઈ ગયો હતો. આલિયા ભટ્ટને પોતાની પુત્રી માનનાર કરણ જોહરે સંબંધોની ગાંઠ બાંધી હતી. લગ્નમાં રિશી કપૂરની મોટો ફોટો લગાવવામાં આવ્યો છે.
ફોટો પર ફૂલહાર કરવામાં આવ્યા છે. લગ્ન બાદ નીતુ સિંહે દીકરા ને વહુની નજર ઉતારી હતી. ફેરા ફરતાં પહેલાં ગાયત્રી મંત્ર બોલવામાં આવ્યો હતો. લગ્નમાં અનંત અંબાણીએ પણ હાજરી આપી હતી. તો વળી એક તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આકાશ અંબાણીને 14મીએ જ વિદેશ જવાનું હતું, પરંતુ રણબીરે પર્સનલી લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. આ જ કારણથી આકાશે વિદેશ જવાનો પ્લાન કેન્સલ કર્યો અને પત્ની શ્લોકા સાથે લગ્નમાં હાજરી આપી.