‘ઘણાં સમય પછી ફૂલ ક્રાઉડ વચ્ચે રમવાનો મોકો મળ્યો છે, બહુ સારું લાગે છે, તમામ CSKના ગુજરાતી ફેન્સને કહેવા માગીશ કે તમે આવો અને ટીમને સપોર્ટ કરો. હાલમાં અમે ઓસ્ટ્રેલિયા સામે અહીં ટેસ્ટ મેચ રમ્યા હતા, અહીંના લોકોનો જે ઉત્સાહ છે તે જોઈને બહુ જ સારું લાગે છે. હું એટલું જ કહીશ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં આવેલું છે ત્યારે તમે અહીં આવો અને CSKની ટીમને સપોર્ટ કરો….’ આ શબ્દો છે રવિન્દ્ર જાડેજા એટલે કે સૌના પ્રિય બાપુના….
Jaddu Bhai has a message for you, Ahmedabad! 🫵🏻💛#WhistlePodu #Yellove 🦁 @imjadeja pic.twitter.com/WBqa2ux0pW
— Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2023
ઉલ્લેખનીય છે કે આજથી IPL 2023 શરૂ થવા જઈ રહી છે. પહેલી જ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ અને એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થવા જઈ રહી છે. આ મેચ પહેલી ધોનીની ટીમના બાપુ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ગુજરાતીમાં પોતાના ફેન્સને એક ખાસ મેસેજ આપ્યો છે. જે હવે વીડિયો સ્વરુપે વાયરલ થઈ રહ્યો છે.
IPLની 16મી સિઝન આજથી શરૂ થઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી ગુજરાત જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. એવી આશંકા છે કે CSKનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈજાના કારણે આ મેચમાંથી ખસી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ધોનીને પ્રેક્ટિસ દરમિયાન ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ પછી તે ઘણી પાછળથી બેટિંગ કરવા ગયો હતો. ધોની ગુરુવારે CSKના પ્રેક્ટિસ સેશનમાં હાજર રહ્યો ન હતો. ત્યારથી એવી આશંકા છે કે તે પ્રથમ મેચ નહીં રમે. જોકે ટીમ મેનેજમેન્ટનું કહેવું છે કે ધોની રમશે.
જો તમે પણ મચ્છર ભગાડવાની અગરબત્તી કરીને સુઈ જતા હોય તો સાવધાન, 6 લોકોના મોતથી આખા દેશમાં ફફડાટ
ધોનીને બદલે ચેન્નાઈની કપ્તાની બેન સ્ટોક્સ, રવિન્દ્ર જાડેજા અથવા ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી શકે છે. ટીમ પાસે ડેવોન કોનવે અને અંબાતી રાયડુ જેવા કીપર છે, જે વિકેટ પાછળની જવાબદારી સંભાળી શકે છે. ચેન્નાઈના સીઈઓ કાશી વિશ્વનાથનને એક સ્પોર્ટ્સ વેબસાઈટ દ્વારા ધોનીની ઈજા અને તેના રમવા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. વિશ્વનાથને કહ્યું- જ્યાં સુધી મને ખબર છે, અમારો કેપ્ટન 100 ટકા રમશે. આ સિવાય મને અન્ય કોઈ પણ જાણકારી નથી.