PM મોદીએ રૂ. 8000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું. 8000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરીને PM મોદીએ કરી ભાષણની શરૂઆત, જુઓ LIVE વીડિયો.
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં વાત કરી કે, ત્રીજી વખત પ્રધાનમંત્રીના શપથ લીધા બાદ ગુજરાત આવ્યો છું. ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે મારા પર અપાર પ્રેમ દર્શાવ્યો છે. દીકરાએ આજે ઘરે આવીને આશીર્વાદ લીધો છે. આશીર્વાદથી નવી ઊર્જા મળે છે. મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ આપવા આવ્યા છે. ત્રીજી વખત શપથ લીધા બાદ ઝડપથી અહીં આવવું હતું. 60 વર્ષ બાદ જનતાએ નવો ઇતિહાસ રચ્યો છે. એક સરકારને સતત ત્રીજી વાર સેવા કરવાનો અવસર મળ્યો છે. ભારતની લોકશાહીની મોટી ઘટના છે. નરેન્દ્રભાઈ પર ગુજરાતીઓનો હક છે. રાષ્ટ્ર પ્રથમના સંકલ્પના કારણે આવવામાં મોડું થયું છે.
અમે ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસ મહત્વના નિર્ણય લીધા છે. દિવસ-રાત જોયા વિના કામ કર્યું છે. દેશ-વિદેશમાં જે પ્રયાસ કરવાના હતા તે કર્યા છે. કોઈ પણ કસર છોડવામાં નથી આવી. છેલ્લા 100 દિવસમાં કેવી કેવી વાતો થઈ રહી છે. કેટલાક લોકો મારી મજાક ઉડાવવા લાગ્યા છે. અલગ-અલગ તર્ક-વિતર્ક દેખાડવા લાગ્યા છે.
આજે ઘણો જ સારો દિવસ છે. નમો ભારત રેપિડ મેટ્રો શરૂ થઈ છે. આ ટ્રેન પાયોનો પથ્થર સાબિત થશે. આ સાથે જ ગુજરાતના હજારો પરિવાર આજે પોતાના ઘરમાં પ્રવેશ કરશે. હું વિશેષ રૂપથી મહિલાઓને શુભેચ્છા પાઠવું છું. મહિલાઓના નામે ઘરનું રજિસ્ટ્રેશન થયું છે. જોકે ઉત્સવના અવસરમાં એક પીડા છે. આ વર્ષે ગુજરાતમાં એકસાથે અતિવૃષ્ટિ થઈ છે. ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. આટલા વર્ષોમાં પહેલી વાર આટલો વરસાદ આવ્યો હોવાનું મારા ધ્યાનમાં છે.
વડાપ્રધાન મોદીએ ક્યા ક્યા કાર્યોનું લોકાર્પણ કર્યું?
20,866 શહેરી અને 35,657 ગ્રામ્ય આવાસોનું લોકાર્પણ
30 હજાર નવા આવાસો માટે મંજૂરી આપી
શહેરી વિકાસવિભાગના 6 પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના 6 પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું
PM મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભાષણ શરુ થયું છે. નીચેની લિંકમાં લાઈવ જુઓ… વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં GMDC ગ્રાઉન્ડ પહોંચ્યા હતા અને લાખો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
Live: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતેથી રૂ. 8000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત. #ViksitBharatViksitGujarat https://t.co/1U6JO6XvE0
— CMO Gujarat (@CMOGuj) September 16, 2024
PM મોદી અમદાવાદમાં આવી ચૂક્યા છે. GMDC ગ્રાઉન્ડ ખાતે મોટી જાહેર સભા ભરાઈ છે અને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્મદિવસના એક દિવસ પહેલા PM મોદીની ગુજરાતને મોટી ભેટ મળી છે. પીએમ મોદીએ આજેગાંધીનગર-અમદાવાદના નાગરિકોને મેટ્રો ટ્રેનની ભેટ આપી છે.
હાલમાં આખું ગુજરાત મોદીના રંગમાં રંગાયું છે, કારણ કે પ્રધાનમંત્રી મોદી માદરે વતન ગુજરાતમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે 16 સપ્ટેમ્બર, સોમવારના રોજ સવારે પીએમ મોદીએ ગાંધીનગરના વૈષ્ણોદેવી પાસે આવેલી સોસાયટીમાં વ્હાઇલોલના સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓને મળવા ગયા હતા,. બાદમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો શુભારંભ કરાવ્યો હતો. જે પછી પીએમ મોદીએ ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ મેટ્રો ફેઝ 2ની શરૂઆત કરીને પીએમ મોદીએ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો અને યુવાનો સાથે પણ વાતચીત કરી હતી.
#WATCH | Ahmedabad: Prime Minister Narendra Modi along with Gujarat Governor Acharya Devvrat and Chief Minister Bhupendra Patel takes a metro ride from Section 1 Metro Station to GIFT City Metro station after inaugurating the Ahmedabad Metro Rail Project. pic.twitter.com/7yQLJdK9eW
— ANI (@ANI) September 16, 2024
મેટ્રો ફેઝ 2 રેલ લાઈનની કુલ લંબાઈ વિશે વાત કરીએ તો 28.2 કિમી છે. જેમાં 22.8 કિમી મુખ્ય લાઈન અને 5.4 કિમી શાખા લાઈનનો સમાવેશ થાય છે. મુખ્ય લાઈનમાં 20 સ્ટેશન અને શાખા લાઈનમાં 2 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો, “Metro Phase-2” પ્રોજેક્ટની કુલ કિંમત રૂપિયા 5,384 કરોડ છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનમાં જાતે જ ટિકિટ લઈને ગાંધીનગર સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધીની મુસાફરી કરી હતી. આ સફરમાં તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા.