Republic Day 2024: ભારત તેના સાંસ્કૃતિક વૈવિધ્ય, વૈજ્ઞાનિક કે સામાજિક સિદ્ધિઓ તથા સૈન્યશક્તિનું રાજપથ પર પ્રદર્શન કરે છે. શૂરવીરોને સન્માનિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ કોઈ પ્રજાજોગ સંબોધન નથી કરતા, પરંતુ આગલા દિવસે સાંજે તેમનું રાષ્ટ્રજોગ પ્રસારણ હોય છે. 15મી ઑગસ્ટના દિવસે હોદ્દાની રૂએ વડાપ્રધાન ઝંડો ફરકાવે છે, જેનો મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે આયોજિત થાય છે. કિલ્લાની પ્રાચી પરથી વડા પ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન પણ કરે છે.
26 જાન્યુઆરીના ભારત દેશનું શાસન નાગરિકોના હાથમાં આવ્યું હતું. ગણતંત્ર ભારતના પ્રથમ નાગરિક તથા સર્વોચ્ચ નેતાના રાષ્ટ્રપતિ હોય છે. જેનો મુખ્ય કાર્યક્રમ દેશની રાજધાની નવી દિલ્હીના રાજપથ ખાતે યોજાય છે. કોઈ અન્ય દેશના રાષ્ટ્રપતિ/રાજા કે વડા પ્રધાન મુખ્ય મહેમાન તરીકે આ કાર્યક્રમમાં સામેલ થાય છે.
અગાઉ સરકારી ફ્લૅગ કોડ ખૂબ જ કડક હતો. જોકે, હાલમાં તેમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. જોકે, રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે આપણે અમુક વાતોનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે.
1. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ધ્યાનમાં રાખવું કે તે ફાટેલો, વળેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ. તેને યોગ્ય સ્થાને ફરકાવવો જોઈએ.
2. ભારતનો રાષ્ટ્રધ્વજ જે ઊંચાઈએ ફરકાવવામાં આવ્યો છે, તેના જેટલી જ કે વધુ ઊંચાઈએ અન્ય કોઈ ધ્વજ ન ફરકાવવામાં આવે.
3. રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએ.
4. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે કેસરી રંગ ઉપરની તરફ રહે તે ધ્યાન રાખવું જોઈએ.
5. રાષ્ટધ્વજના દંડ કે રાષ્ટ્રધ્વજ પર ફૂલ, પાન, ફૂલહાર વગેરે ન મૂકવાં જોઈએ.
6. રાષ્ટ્રધ્વજ પર કોઈ પણ જાતનું લખાણ લખેલું ન હોવું જોઈએ. કોઈ વસ્તુને છુપાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએ.
7. રાષ્ટ્રધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ કે ન પાણીમાં તરતી અવસ્થામાં હોવો જોઈએ.
8. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તેમાં જો જરૂર હોય તો તેની અંદરની બાજુએ ફૂલ મૂકી શકાય છે.
9. રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના કૉસ્ચ્યુમ માટે ઉપયોગ ન થવો જોઈએ. તેમજ તેને કમરની નીચે ન બાંધવો જોઈએ. તેનો કાપડ, રૂમાલ, સોફા કવર, નેપકિન કે આંતર્વસ્ત્ર તરીકે ન થવો જોઈએ.
10. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તે દંડની જમણી તરફ હોવો જોઈએ.