મધ્યપ્રદેશમાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. ઈન્દોર જઈ રહેલી બસ મધ્યપ્રદેશના ખરગોનમાં પુલ પરથી નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. અકસ્માત સર્જાયેલી બસમાં 50 જેટલા મુસાફરો સવાર હોવાનું કહેવાય છે. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ મંગળવારે સવારે એક બસ ઈન્દોર તરફ જઈ રહી હતી. બસ ખરગોનના ખરગોન ટેમલા રોડ પર દાસંગા પાસે પહોંચી ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બસ પુલ પરથી નીચે પડી હતી. બસ પુલ પરથી નીચે પડી ગયા બાદ જોરદાર અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
મધ્યપ્રદેશના ખરગોનમાં મંગળવારે એક બસ પુલ પરથી પડી ગઈ હતી. 15-20ના મોત નોંધાયા છે. બસ ઈન્દોરથી ડોંગરગાંવ જઈ રહી હતી. આ અકસ્માત સવારે 9.30 કલાકે થયો હતો. મૃત્યુ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે.