‘બિગ બોસ 14’ની વિજેતા રૂબિના દિલાઈક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ચાહકો સાથે વાતચીત કરવાની કોઈ તક છોડતી નથી. તેણે હવે ઈન્સ્ટાગ્રામ પર ચાહકો માટે ઘણી નવી તસવીરો શેર કરી છે. અભિનેત્રીની આ તસવીરો ફેન્સમાં ચર્ચાનો વિષય બની છે.
આ તસવીરોમાં તેણે જાંબલી વાળમાં નવું ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોમાં રૂબીના દિલેકની અલગ અંદાજ જોવા મળી રહી છે.
રૂબીના દિલાઈક વિશે વાત કરીએ તો, તે બહુ-પ્રતિભાશાળી અભિનેત્રી છે અને ઘણા વર્ષોથી ટીવી ઇંન્ડસ્ટ્રીમાં છે. તેણીના અભિનયની સાથે, તેણી તેની ફેશન સેન્સ, સ્ટાઇલ અને ફિટનેસ માટે પણ જાણીતી છે.
તે ‘છોટી બહુ’ થી લઈને ‘શક્તિઃ અસ્તિત્વ એક એહસાસ કી’ જેવી સિરિયલોમાં જોવા મળી છે. આ સાથે તે બિગ બોસ 14 ની વિનર પણ રહી ચુકી છે. રૂબીના દિલાઈકની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. લોકો તેને જોવાનું પસંદ કરે છે.
રૂબીના દિલાઈકે જાંબલી વાળ સાથેનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે, જે ચાહકોને પસંદ આવી રહ્યો છે. આ તસવીરમાં પોઝ આપતી વખતે રૂબિના દિલેક ખૂબ જ સુંદર લાગી રહી છે.તસવીર શેર કરતાં રૂબિનાએ લખ્યું- મારી બાર્બી વર્લ્ડમાં…
.
‘બિગ બોસ 14’નું ટાઈટલ જીત્યા બાદ રૂબિના દિલાઈકની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે. તેની દરેક તસવીરને લાખો લોકો જુએ છે અને લાઈક કરે છે.