નાટોમાં સામેલ થવાના મુદ્દાને લઈને રશિયા અને યુક્રેનમાં જાેરદાર યુદ્ધ ચાલી રહ્યુ છે. અમેરિકા અને નાટો દેશોની ધમકીઓની પરવા ન કરતા રશિયાની સેનાએ યુક્રેનના તમામ ભાગ પર તાબડતોડ હુમલો કર્યો છે. આ જંગમાં રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દબંગઈ સમગ્ર દુનિયા જાેઈ રહી છે.
બદલતી પરિસ્થિતિમાં દુનિયામાં આ વાતની ચર્ચા થઈ રહી છે કે શુ હવે રશિયા દુનિયાનો નવો શહેનશાહ બનવાનુ છે. શુ હવે અમેરિકા અને યુરોપ બાદશાહત ખતમ થવાની છે.
રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ એકવાર ફરી બાબા વેંગાની ભવિષ્યવાણીની ચર્ચા ચાલી રહી છે. આ ભવિષ્યવાણીને માનીએ તો પુતિન હવે યુક્રેન યુદ્ધ બાદ દુનિયાના સૌથી તાકાતવર વ્યક્તિ બનવાના છે અને રશિયા દુનિયા પર રાજ કરશે. બાબા વેંગાએ કહ્યુ હતુ કે રશિયા ભવિષ્યમાં દુનિયાનો બાદશાહ બનશે અને યુરોપ બંજર ભૂમિના રૂપમાં બદલાઈ જશે. બાબા વેંગાએ કહ્યુ હતુ, બધુ પીગળી જશે, જેમ કે બરફ હોય. માત્ર એક વસ્તુને કોઈ હાથ પણ નહીં લગાવી શકે- વ્લાદિમીરની શાન, રશિયાની શાન.
કોઈ રશિયાને રોકી શકશે નહીં, બાબા વેંગાએ એ પણ કહ્યુ હતુ કે રશિયા સૌને પોતાના રસ્તાથી હટાવી દેશે અને દુનિયા પર રાજ કરશે. ભારતીય વિદ્યાર્થીઓની બેચ જહોની ક્રોસિંગ પર યુક્રેનથી હંગેરીમાં પ્રવેશી રહી છે. તેઓ હવે બુડાપેસ્ટ જશે જ્યાંથી તેમને આજે એર ઈન્ડિયાના વિમાન દ્વારા ભારત લઈ જવામાં આવશે. સ્લોવાકિયામાં ભારતીય દૂતાવાસે ભારતીયોને યુક્રેનથી ઉઝોરો-વિસ્ને નેમેકે સરહદેથી દેશનિકાલ કરવા માટે એડવાઈઝરી જારી કરી છે.
દૂતાવાસે કહ્યું છે કે જે ભારતીય નાગરિકો યુક્રેનમાં અટવાયેલા છે અને આ સરહદેથી બહાર નીકળવા માગે છે તેઓને ગુગલ ફોર્મ ભરવાની વિનંતી કરવામાં આવે છે. જે નાગરિકો બોર્ડર ક્રોસિંગથી દૂર છે તેઓને આ ફોર્મ ભરવાની મનાઈ છે. યુક્રેન પર રશિયાના આક્રમણને જાેતા નાટોએ તેની ખતરનાક નાટો રિસ્પોન્સ ફોર્સને સક્રિય કરી છે. આ દળમાં નાટોના સભ્ય દેશોના શ્રેષ્ઠ સૈનિકોનો સમાવેશ થાય છે.
એવી શક્યતા છે કે યુક્રેનની રાજધાની કિવના બચાવ માટે નાટો તેના એનએએફને તૈનાત કરી શકે છે. આ ફોર્સમાં લગભગ ૪૦૦૦૦ જવાનો સામેલ છે. યુક્રેન પર રશિયાના હુમલામાં ૧૯૮ નાગરિકોના મોત થયા છે. યુક્રેન સરકારનો દાવો છે કે માર્યા ગયેલા નાગરિકોમાં ત્રણ બાળકોના પણ મોત થયા છે.