બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જો કોઈ વાતની સૌથી વધુ ચર્ચા થાય છે તો તે છે સલમાન ખાનના લગ્ન. સલમાન ખાન 56 વર્ષનો થઈ ગયો છે પરંતુ દરેકના મનમાં આ વિચાર છે કે તે લગ્ન કેમ નથી કરી રહ્યો.
કેટલાક લોકોનું માનવું છે કે ઐશ્વર્યાના બ્રેકઅપને કારણે સલમાન ખાન લગ્ન નથી કરી રહ્યો જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે સલમાન ખાન પોતાના ભાઈઓની હાલત જોઈને લગ્ન કરવા નથી માંગતા.
હાલમાં જ સલમાનના પિતા સલીમ ખાને સલમાનના લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે કે આખરે સલમાન શા માટે 56 વર્ષમાં પણ બેચલર છે. તેણે એવી તે કઈ ભૂલ કરી છે.
56 વર્ષની ઉંમરમાં પણ સલમાન ખાનનું અનેક અભિનેત્રીઓ સાથે અફેર રહ્યું છે. સલમાન ખાનને ઈન્ડસ્ટ્રીનો દબંગ ખાન કહેવામાં આવે છે અને કહેવાય છે કે જે જેના પણ માથા પર હાથ મૂકે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ થઈ જાય છે.
ઘણા પ્રસંગોએ સલમાનના લગ્નના સમાચાર સામે આવ્યા છે, પરંતુ આ દરેક પ્રસંગે અભિનેત્રીઓ સલમાનને છોડીને કોઈ બીજા પાસે જાય છે.
સલમાન ખાનના પિતા સલીમ ખાને તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે સલમાન આવી કઈ ભૂલ કરે છે અને જેના કારણે સલમાન ખાન આજ સુધી બેચલર છે. તેમણે જણાવ્યુ કે સલમાન ખાન તેના પ્રેમને લઈને વધારે પડતુ વિચારે છે અને હમેશા પોઝીટીવ રહે છે. આ બાદ બધા તેનો ફાયદો ઉઠાવે છે અને પછી છેલ્લે તેને છોડી ચાલ્યા જાય છે.