બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એવો ધમકી ભર્યો પત્ર મોકલવામાં આવ્યો છે કે ત્યારબાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી છે. બ્રાન્દ્રા પોલીસે આ મામલે અજાણ્યા લોકોની વિરૂદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. આજે મુંબઈ પોલીસની એક ટીમ સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પહોંચી છે. ર્ સલમાનના ઘરે જ્વાઈન્ટ કમિશનર વિશ્વાસ નાગ્રે પાટીલ અને ડીસીપી મંજુનાથ શેંગે પહોંચ્યા હતા. જાેકે પૂછપરછ બાદ તેઓ સલમાનના ઘરેથી નિકળી ગયા હતા.
મુંબઈ પોલીસે માહિતી આપતા કહ્યું હતું કે, સલમાન ખાનના પિતા સલીમ ખાનના સુરક્ષા કર્મચારીઓને ત્યાંની બેન્ચ પર આ પત્ર મળ્યો હતો. સલીમ ખાન એ જ રૂટ પર દરરોજ પોતાના સુરક્ષા કર્મચારીઓ સાથે મોર્નિંગ વોક માટે જાય છે. જાેકે તેઓ આ જગ્યાએ આરામ કરવા માટે ભાગ્યે જ રોકાય છે પરંતુ બેન્ચ પર આ પત્ર મળતા ભારે હલચલ મચી ગઈ છે. સુરક્ષા કર્મચારીઓએ આ પત્ર સલીમ ખાનને આપ્યો હતો.
ત્યારબાદ પોલીસને આ મામલે ફરીયાદ કરવામાં આવી હતી. આ પત્રમાં સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી છે. આ પત્રમાં લખ્યું છે કે, ‘તારી હાલત પણ મુસેવાલા જેવી થશે’. બાન્દ્રા પોલીસ આજુબાજુના સીસીટીવી ફુટેજની મદદથી તપાસ કરી રહી છે.