બોલિવૂડના ‘દબંગ’ હીરો સલમાન ખાન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સલમાન 57 વર્ષનો થઈ ગયો છે. ભારતના સૌથી મોટા સુપરસ્ટારમાંથી એક, સલમાન ખાન હજારો કરોડની સંપત્તિનો માલિક છે. તે બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક છે. સલમાન ખાન બાંદ્રાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે તે હકીકતથી દરેક વ્યક્તિ વાકેફ છે. રિપોર્ટ્સ અનુસાર, ગેલેક્સી એપાર્ટમેન્ટની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે. આ સિવાય તેમનું પનવેલમાં એક ફાર્મહાઉસ પણ છે, જે 150 એકરમાં ફેલાયેલું છે.
સલમાન ખાનની ફી
રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન એક ફિલ્મ માટે 75 થી 80 કરોડ રૂપિયા ફી લે છે. આ સિવાય તેઓ નફો પણ વહેંચે છે. સલમાન બિગ બોસ શોને હોસ્ટ કરવા માટે પણ તગડી રકમ લે છે. રિપોર્ટ્સ અનુસાર, સલમાને બિગ બોસ સીઝન 16 હોસ્ટ કરવા માટે 1000 કરોડ રૂપિયાની ફી લીધી છે. જો તેમની કુલ નેટવર્થની વાત કરીએ તો સલમાન ખાન લગભગ 2900 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.
સલમાન દરરોજ કેટલી કમાણી કરે છે
સલમાન ખાન પાસે અનેક લક્ઝરી વાહનો પણ છે. તેની પાસે રૂ. 2.26 કરોડની રેન્જ રોવર વોગ, રૂ. 1.80 કરોડની ટોયોટા લેન્ડ ક્રુઝર છે. સલમાનની પ્રખ્યાત કપડાંની બ્રાન્ડ બીઇંગ હ્યુમન જે તેના ચેરિટેબલ ફાઉન્ડેશન ધ સલમાન ખાન ફાઉન્ડેશન હેઠળ કામ કરે છે. તેની કિંમત 235 કરોડ રૂપિયા છે. એક અંદાજ મુજબ, બોલિવૂડના દબંગ સલમાન ખાન દરરોજ લગભગ 1.01 કરોડ રૂપિયાની કમાણી કરે છે. સલમાન ખાનનું પોતાનું પ્રોડક્શન હાઉસ સલમાન ખાન ફિલ્મ્સ છે. તે આમાંથી કમાણી પણ કરે છે અને તે ઘણી બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટમાંથી પણ ઘણી કમાણી કરે છે. દુબઈમાં સલમાનનું એક આલીશાન ઘર પણ છે. રિપોર્ટ્સ અનુસાર, સલમાનનું ઘર બુર્જ ખલીફા પાસેના એડ્રેસ ડાઉનટાઉનમાં છે. બોલિવૂડમાં કમાણીના મામલે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સલમાન ખાન કરતાં આગળ છે. સલમાન ખાને પણ ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે.
સલમાનની પહેલી કમાણી
27 ડિસેમ્બર 1965ના રોજ જન્મેલા સલમાન ખાન પોતાના ચાહકોના દિલમાં વસે છે. અબજોની સંપત્તિના માલિક સલમાન ખાનની પ્રથમ કમાણી 100 રૂપિયાથી ઓછી હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો સલમાને તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની પ્રથમ કમાણી 75 રૂપિયા હતી. તેણે મુંબઈની તાજ હોટલના એક શોમાં બેકગ્રાઉન્ડમાં ડાન્સ કર્યો હતો. આ માટે તેને 75 રૂપિયા મળ્યા. સલમાનને તેની પહેલી ફિલ્મ માટે 31 હજાર રૂપિયા ફી મળી હતી.