બોલિવૂડ સ્ટાર્સની આપણા દેશમાં જબરજસ્ત ફેન ફોલોઈંગ છે. ઘણી વખત આ સ્ટાર્સ કોઈને કોઈ પબ્લિક ફંક્શન વગેરેમાં જાય ત્યારે ત્યાં ચાહકો તેમને ચારે બાજુથી ઘેરી લે છે. આ દરમિયાન તેમની આસપાસ હમેશા બોડીગાર્ડ રહે છે. બોલિવૂડ સ્ટાર્સની જેમ આ બોડીગાર્ડ પણ હંમેશા ચર્ચામાં રહે છે. બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનના બોડીગાર્ડ શેરા વિશે કેટલીક રસપ્રદ વાતો અહી જણાવામા આવી છે.
છેલ્લા 26 વર્ષથી શેરા સલમાન ખાન સાથે પડછાયાની જેમ છે. સલમાનની જેમ તે પણ ખૂબ જ લોકપ્રિય છે. શેરાને હિન્દી સિનેમાના સૌથી મોટા દિગ્ગજ કલાકારો દ્વારા પણ ઓળખવામાં આવે છે. શેરા સલમાનનો બોડીગાર્ડ હોવા છતાં પણ સલમાન તેને પોતાના પરિવારનો જ સભ્ય માને છે. શેરા અઢી દાયકાથી સલમાન સાથે પડછાયાની જેમ રહે છે. તે સલમાનને ઘણો માને છે અને સલમાનના બોડીગાર્ડ હોવાને કારણે તેણે ઘણું નામ મેળવ્યું છે. શેરાએ અત્યાર સુધી કરોડોની સંપત્તિ બનાવી છે.
સલમાનના બોડીગાર્ડ શેરાને મળતા પગારની વાત કરીએ તો તે એક વર્ષમાં કરોડો રૂપિયા કમાય છે. રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાન શેરાને વર્ષે લગભગ 2 કરોડ રૂપિયા ચૂકવે છે. આ પ્રમાણે શેરાની એક મહિનાની સેલેરી 16 લાખ રૂપિયા થાય છે. બોડીગાર્ડ હોવા છતાં શેરા એક સેલિબ્રિટીની જેમ હેડલાઈન્સમાં રહે છે. સલમાન પણ શેરા સાથે મિત્ર જેવા સંબંધમાં રહે છે. શેરાના સલમાન તેમજ ખાન પરિવાર સાથે ખૂબ સારા સંબંધો છે.
શેરાને શરૂઆતથી જ બોડી બિલ્ડિંગનો શોખ હતો અને તેણે વર્ષ 1987માં મિસ્ટર મુંબઈ જુનિયરનો ખિતાબ પણ જીત્યો હતો. આ પછી તે 1995માં સલમાન ખાનને મળ્યો હતો. સલમાન ખાને તેને પોતાના બોડીગાર્ડ તરીકે નિયુક્ત કર્યો હતો. સલમાન ખાન શેરાને તેની સુરક્ષા માટે વાર્ષિક 2 કરોડથી વધુની રકમ ચૂકવે છે અને શેરાની પોતાની સુરક્ષા એજન્સી છે જે ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓને સુરક્ષા પૂરી પાડે છે. આ સુરક્ષા એજન્સીનું નામ તેના પુત્ર ‘ટાઈગર’ના નામ પર રાખ્યું છે.
શેરાએ 1993માં ‘ટાઈગર સિક્યોરિટી’ નામની કંપની શરૂ કરી હતી. જે આજે પણ બોલિવૂડ સ્ટાર્સને સુરક્ષા પૂરી પાડે છે. ગયા વર્ષે સલમાનના કહેવા પર તેણે વિઝક્રાફ્ટ નામની એક ઇવેન્ટ કંપની પણ ખોલી છે અને કહેવાય છે કે તે સલમાનના બોડીગાર્ડ બનતા પહેલા હોલીવુડ સ્ટાર્સને સુરક્ષિત કરતો હતો. શેરા પણ રાજકારણમાં છે. તેઓ વર્ષ 2019માં શિવસેનામાં જોડાયા હતા.
શેરા દરેક તસવીરમાં સલમાન ખાન સાથે જોવા મળે છે અને સલમાન ખાન પોતે શેરાને પોતાના પરિવારની જેમ રાખે છે. આ સિવાય ખુદ સલમાન ખાને પણ પોતાની ફિલ્મ બોડીગાર્ડમાં શેરાની કંપનીનો યુનિફોર્મ પહેર્યો હતો. શેરાએ એક ખાસ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સલમાન ખાને મારા માટે જેટલું કર્યું છે એટલું આ ઈન્ડસ્ટ્રીમાં કોઈએ પોતાના બોડીગાર્ડ માટે કર્યું નથી.