Ayodhya News: અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે… ત્યારે જે નદીના કિનારે અયોધ્યા નગરી વસી છે તેની વાત તમારી સમક્ષ લાવ્યા છીએ. જે નદીનું નામ છે સરયૂ. આ નદી ગંગા નદીની 7 સહાયક નદીઓમાંથી એક છે ઉપરાંત ઉત્તરપ્રદેશની મુખ્ય નદીઓમાંની એક માનવામાં આવે છે.
સદીઓથી વહે છે સરયૂ
સરયૂ નદી ભગવાન રામનો જન્મ, તેમનું બાળપણ, વનવાસ અને ફરી અયોધ્યા વાપસી સુધીની સાક્ષી છે. સદીઓથી વહેતી આ નદીએ ભગવાન રામનું પૂરું જીવન જોયું છે. ત્યારે તમને જણાવીએ કે, સરયૂ નદીનું ઉદ્દગમ સ્થાન કયું છે, કેટલા રાજ્યોમાંથી વહે છે અને કઇ જગ્યાએ વિલય થાય છે?
ક્યાં છે નદીનું ઉદ્દગમ સ્થાન?
મુખ્ય રૂપે સરયૂ નદી હિમાલયની તળેટીમાંથી નીકળે છે અને આગળ જઇને ઉત્તરાખંડમાં આવેલી શારદા નદીની સહાયક બની જાય છે. બાદમાં ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પર્યટન સ્થળોમાંથી પસાર થઇને આ નદી 350 કિમી સુધી આગળ વહે છે.
પવિત્ર નદીઓમાંથી એક છે સરયૂ
સરયૂ નદી હિંદુ ધાર્મિક ગ્રંથોમાં એટલી પવિત્ર માનવામાં આવે છે કે, આ માનવ જાતિની અશુદ્ધિઓનો નાશ કરી દે છે. અયોધ્યામાં ત્રેતા યુગમાં ભગવાન રામનું જન્મ સ્થળ અને અયોધ્યા નગરી નદી કિનારે વસેલી છે. આ રીતે આમ જોઇએ તો અત્યાધિક મહત્વપૂર્ણ નદીઓમાની એક સરયૂ નદી પણ છે.
2 રાજ્યોમાંથી પસાર થાય છે નદી
સરયૂ નદી મુખ્યત્વે બે રાજ્ય ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં વહે છે. સાથે જ નેપાળની સીમા પર સ્થિત ચમ્પાવત જિલ્લાના પંચેશ્વરમાં આવેલી કાલી નદી એટલે કે, શારદા નદીમાં વિલય થઇ જાય છે.
વડોદરા હરણી ઘટના: શિક્ષિકા-વિદ્યાર્થિનીના એકસાથે અંતિમ સંસ્કાર, સ્મશાનમાં હાજર સૌ કોઈ રડી પડ્યાં
“અમે પાઈપ પકડીને ઉપર આવ્યા…” – મોતની મુખમાંથી બચી જનાર બાળકે કહી સમગ્ર ઘટના, તંત્રને શરમ આવવી જોઈએ!
સૌથી છેલ્લે જણાવીએ તો વર્ષોથી લોકો સરયૂ નદીમાં દરેક તહેવાર પર સ્નાન કરે છે. માન્યતા અનુસાર આ સ્નાનથી વ્યક્તિના તમામ પાપનો નાશ થાય છે.