Saurashtra Rain: દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદથી ચોમાસાનો માહોલ જામ્યો છે. ત્યારે લાંબા અને ભોગાત ગામમાં મેઘરાજાની બેટિંગ હજુ પણ યથાવત્ જોવા મળી રહી છે. ત્યારે રોડ-રસ્તા સહિત ખેતરો પણ ભારે વરસાદને લીધે પાણીમાં તરબોળ થયા છે. ગામની ફરતે ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ મેઘરાજાએ ફરી તોફાની બેટિંગ શરૂ કરી છે. ખંભાળિયા પંથકમાં 3 ઇંચ વરસાદથી વ્રજધામ સોસાયટીમાં પાણી ભરાયા છે, ધોધમાર વરસાદને કારણે ખંભાળિયા શહેરમાં પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ છે.
વ્રજધામ સોસાયટીના અનેક મકાનોમાં વરસાદી પાણી આવ્યા હતા.દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસાદી માહોલ છવાતા બધી બાજુ પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તાર જળમગ્ન બન્યાં છે, જોધપુર ગેટ, સોની બજાર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદને લીધે જનજીવન પર પણ ખૂબ જ પ્રભાવિત થયું છે.
સુરેન્દ્રનગરમાં લીંબડીના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. અતિભારે વરસાદને લીધે મૂળબાવળા ગામમાં તળાવ તૂટ્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તળાવમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. જેને લીધે તળાવ તૂટ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તળાવ તૂટતા પાણી આસપાસના ખેતરમાં ફરી વળ્યું છે.
સીમા પ્રેમની આડમાં સચિનનો ઉપયોગ કરી રહી છે, દાવા પર અનેક સવાલો ઉઠતાં હાહાકાર, એજન્સીઓ પણ એલર્ટ પર
ઓગસ્ટ મહિનામાં તહેવારોની લાઈન લાગવાની છે, અડધો મહિનો બેન્કોમાં રજા જ રહેશે, ફટાફટ લિસ્ટ ચેક કરી લો
તેને લઈને પાકમાં પણ નુકસાની થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં લીંબડીમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. રાણગઢ – મૂળબાવળા માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. ભારે વરસાદને કારણે વાહનચાલકોને પરેશાની ઉભી થઈ હતી. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો છે.