ગુજરાતમાં વરસાદે વિનાશ વેર્યો, શાળા-ઘર-વાડી…. બધુ ડૂબી ગયું, આ જિલ્લાના ત્રણ ગામ તો ખાલીખમ થઈ ગયાં

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News : બનાસકાંઠામાં પાણીની તંગીના કારણે અનેક લોકોએ હિજરત કરી હોવાના સમાચાર સામે આવતાં રહે છે. જો કે બનાસકાંઠામાં ચાલુ સિઝનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે 3 ગામના લોકોને હિજરત કરવાની ફરજ પડી રહી છે, બનાસકાંઠના થરાદ તાલુકાના ખાનપુર, નાગલા અને ડોડગામ ગામના લોકોને દર ચોમાસે વેઠવી પડતી મુશ્કેલીથી કંટાળી અનેક લોકોએ હિજરત કરવાનું નક્કી કર્યું છે.

બિપરજોય અને બાદમાં પડેલા ભારે વરસાદને લીધે આ ત્રણ ગામમાં 25 દિવસથી પાણી ભરાયા છે. આ ત્રણેય ગામના ખેતરો અને લોકોના ઘરમાં પાણી ભરાતાં દિવસો સુધી ગામમાં તમામ કામકાજ અને ધંધાઓ ઠપ્પ થઇ જાય છે. દર ચોમાસે ડૂબમાં જતાં ખાનપુર, નાગલા અને ડોડગામ છેલ્લા 8 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે, આ ગામના લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કર્યા છતાં કોઇ કામગીરી ન કરાતાં અનેક લોકો ગામ છોડીને બીજે રહેવા જવા મજબૂર બન્યા છે.

kutch

દિલ્હી-NCR પૂરમાં ફસાયેલી BMW કાર કરતાં પણ મોંઘો આખલો! NDRFએ બચાવ્યો, જુઓ વીડિયો

 ઓસ્ટ્રેલિયામાં દરિયા કિનારે મળ્યા રહસ્યમય જીવના અવશેષ, લોકોએ તેને જોઈને કહ્યું- મરમેઇડ્સ છે!

 


Share this Article