મધ્યપ્રદેશથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. ત્રણ માલગાડીઓ એકબીજા સાથે અથડાતાં ઘટનાસ્થળે ગભરાટ ફેલાયો હતો. ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ જતાં રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ હ્રદયસ્પર્શી દુર્ઘટનામાં લોકો પાયલોટ સહિત 2ના મોત નિપજ્યા છે, જ્યારે 2 અન્ય રેલવેકર્મીઓ પણ ઘાયલ થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. શરૂઆતમાં, સ્થળ પર તૈનાત કર્મચારીઓને સમજાયું નહીં કે આ અચાનક કેવી રીતે થયું. પ્રાથમિક રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે ડ્રાઈવર દ્વારા સિગ્નલ ઓવરશૂટ થવાને કારણે અકસ્માત થયો હતો.
મળતી માહિતી મુજબ, ત્રણ માલગાડીઓ એકસાથે અથડાઈ જવાની આ ઘટના સવારે 6.25 કલાકે બની હતી. શાહડોલને અડીને આવેલા સિંહપુર રેલવે સ્ટેશન પર એક માલગાડી પહેલેથી જ ઊભી હતી. સવારે બીજી માલગાડી આવી અને તેની સાથે અથડાઈ. દુર્ઘટના સમયે સિંહપુર સ્ટેશન પરથી બીજી માલગાડી પસાર થઈ રહી હતી, જે તેની સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રેનના એન્જિનમાં આગ લાગી ગઈ હતી. માલગાડીના વેગન એકબીજા પર ચઢી ગયા. અકસ્માતને કારણે આ સેક્શન પર ટ્રેનોની અવરજવરને પણ અસર થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં એક લોકો પાયલટનું મોત થયું છે, જ્યારે અન્ય બે રેલવે કર્મચારીઓ ઘાયલ થયા છે.
આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં લોકો પાયલટ સહિત 2ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઉપરાંત અન્ય બે રેલ્વે કર્મીઓને ઈજા થઈ હોવાની માહિતી છે. આ અકસ્માત અંગે રેલવે દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે ડ્રાઈવર દ્વારા સિગ્નલ ઓવરશૂટ થવાને કારણે અકસ્માત થયો હતો. સિંહપુર રેલ્વે સ્ટેશન બિલાસપુર-કટની રેલ્વે લાઇન પર આવે છે. એક પછી એક 3 માલગાડીઓના અકસ્માતને કારણે આ સેક્શન પર ટ્રેનોની અવરજવરને પણ અસર થઈ છે.
સદનસીબે આ ભયાનક ટ્રેન અકસ્માત થયો ત્યારે સિંહપુર રેલવે સ્ટેશન પર કોઈ પેસેન્જર ટ્રેન ન હતી. તે સમયે ત્યાંથી કોઈ પેસેન્જર ટ્રેન પણ પસાર થઈ ન હતી, નહીંતર મોટી સંખ્યામાં લોકોના મોત થઈ શક્યા હોત. જ્યારે ત્રણ માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ ત્યારે સ્થળનું દૃશ્ય ખૂબ જ ડરામણું હતું. અનેક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. ત્યાં પણ આગ લાગી હતી.