Shoaib Malik and Sania Mirza: તાજેતરમાં જ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક ( shoaib maliks ) અને ભારતીય ટેનિસ સેન્સેશન સાનિયા મિર્ઝા (saniya mirja) ચર્ચામાં રહ્યા હતા. ઘણા સમયથી તેમના છૂટાછેડાના સમાચાર વહેતા થયા હતા. જો કે, બંને તરફથી એવું કંઈ કહેવામાં આવ્યું ન હતું.
બાદમાં બધુ બરાબર હોવાનું સામે આવ્યું હતું.
હવે ફરી એકવાર શોએબ મલિક અને સાનિયા મિર્ઝાને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને અલગ થઈ ગયા છે. એવું એટલા માટે માનવામાં આવી રહ્યું છે કારણ કે શોએબ મલિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram account) પર કંઇક આવું જ લખ્યું છે. બાયો જોયા બાદ બંનેના સંબંધો પર સવાલ ઉભા થાય છે.
ઇન્સ્ટાગ્રામ બાયોમાં શોએબ મલિકે લખ્યું છે કે ‘સાનિયા મિર્ઝાનો પતિ’ (Sania Mirza’s Husband’) અને હવે તેને હટાવી દેવામાં આવ્યો છે. ‘એક સાચા આશીર્વાદ માટે પિતા’ (Father to one true blessing ) એ હવે મલિકના બાયોમાં નવી બાયો છે. આ કારણે મલિક અને સાનિયા મિર્ઝા અલગ થઇ ગયા હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
હમણાં સુધી એવા અહેવાલો વહેતા થયા હતા કે શોએબ અને સાનિયાના સંબંધો મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે આ બંને અલગ રહે છે. જો કે સાનિયા મિર્ઝા તરફથી તેના સંબંધો અને અંગત જીવન વિશે ક્યારેય કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. બાદમાં તમામ અહેવાલોને અફવા તરીકે ગણવામાં આવ્યા હતા.
એકસાથે 429 બેન્ક કર્મચારીઓને દગો આપવાના કેસમાં કંઈ રીતે ફસાઈ ગઈ સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં? જાણો અહીં વિગતે
એક સોશિયલ મીડિયા પોસ્ટ અને બધો ખુલાસો થઈ ગયો, નુંહ હિંસાનો જિમ્મેદાર કોણ છે એ વિશે ખબર પડી ગઈ
આંતકીઓ પણ રાહ જોઇને જ બેઠા, મુંબઇમાં 26/11 કરતા પણ મોટો હુમલો કરવાની ફિરાકમાં, માહિતી મળતાં જ ભાંડો ફૂટી ગયો
હાલમાં જ સાનિયા મિર્ઝાએ પોતાની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. શોએબ મલિક ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં મલિકે 35 મેચમાં 1898 રન બનાવ્યા છે. વનડેમાં મલિકે 287 મેચોમાં 7534 રન બનાવ્યા છે. ટી-20માં તેણે 124 મેચમાં 2435 રન બનાવ્યા છે.