ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદના પરિણામે નાગરીકો ખાસ કરીને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૨૭ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ ૧૬ ઇંચ એટલેકે ૩૯૮ મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજ્યના ૬ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ તથા રાજ્યના અન્ય ૧૩ તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય ૧૮૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતાં ૨૪ કલાક દરમિયાન જામનગર તાલુકામાં ૨૬૯ મિ.મી., કપરાડામાં ૨૪૭ મિ.મી., અંજારમાં ૨૩૯ મિ.મી., ખેરગામમાં ૨૨૨ મિ.મી., ભેંસાણમાં ૨૦૪ મિ.મી મળી કુલ ૬ તાલુકાઓમાં ૮ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે બગસરામાં ૧૯૭ મિ.મી., બેચરાજીમાં ૧૭૨ મિ.મી., ધરમપુરમાં ૧૭૦ મિ.મી., રાજુલામાં ૧૬૭ મિ.મી., ચીખલીમાં ૧૫૮ મિ.મી., ડાંગ (આહ્વા)માં ૧૫૫ મિ.મી., વઘઈમાં ૧૫૪ મિ.મી. એમ કુલ ૧૩ તાલુકાઓમાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત જુનાગઢ તાલુકા અને જુનાગઢ શહેરમાં ૧૪૮ મિ.મી., વલસાડમાં ૧૪૧ મિ.મી., વંથલી અને વાંસદામાં ૧૪૦ મિ.મી., જામકંડોરણામાં ૧૩૬ મિ.મી., બરવાડામાં ૧૩૫ મિ.મી., બારડોલીમાં ૧૩૨ મિ.મી., વાપી અને ગણદેવીમાં ૧૨૫ મિ.મી., અમરેલી, જેતપુર અને વ્યારામાં ૧૨૩ મિ.મી., ગાંધીધામમાં ૧૧૬ મિ.મી., વાડિયામાં ૧૧૫ મિ.મી., મેંદરડા અને ખાંભામાં ૧૧૧ મિ.મી., ગીર ગઢડામાં ૧૧૦ મિ.મી., લિલીયા અને મહુવા (ભાવનગર)માં ૧૦૭ મિ.મી., ધંધુકામાં ૧૦૬ મિ.મી., સુબીરમાં ૧૦૪ મિ.મી., જલાલપોરમાં ૧૦૧ મિ.મી. એમ કુલ ૩૬ તાલુકાઓમાં ૪ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
જ્યારે પારડી અને ડોલવણમાં ૯૯ મિ.મી., ધ્રોલ અને નવસારીમાં ૯૫ મિ.મી., જોડીયા અને પ્રાંતિજમાં ૯૧ મિ.મી., ઉમરપાડામાં ૯૦ મિ.મી., વાલોદમાં ૮૮ મિ.મી., ધારી, જોટાણા અને માંડવી(સુરત)માં ૮૪ મિ.મી., ધોરાજીમાં ૮૨ મિ.મી., સાવરકુંડલામાં ૭૯ મિ.મી., તલાલામાં ૭૭ મિ.મી. મળી કુલ ૫૦ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ઉપલેટામાં ૭૨ મિ.મી., સોનગઢમાં ૭૧ મિ.મી., સાણંદમાં ૭૦ મિ.મી., કાલાવાડમાં ૬૯ મિ.મી., પલસાણામાં ૬૮ મિ.મી., અમદાવાદ શહેરમાં ૬૭ મિ.મી., ઉના અને વિસનગરમાં ૬૫ મિ.મી., લાઠીમાં ૬૪ મિ.મી., જાફરાબાદ અને માળીયા-હટીનામાં ૬૩ મિ.મી., સુત્રાપાડામાં ૬૦ મિ.મી., ઉમરગામ, ઉચ્છલ અને સિધ્ધપુરમાં ૫૮ મિ.મી., કેશોદ અને તિલકવાડામાં ૫૬ મિ.મી., તળાજા અને ભચાઉમાં ૫૪ મિ.મી., દાંતીવાડામાં ૫૩ મિ.મી., ધાનેરામાં ૫૨ મિ.મી., માણાવદર અને સામીમાં ૫૧ મિ.મી., ગારીયાધ૨ અને ગરુડેશ્વરમાં ૫૦ મિ.મી., મળીને ૭૫ તાલુકાઓમાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તેમજ રાજ્યના અન્ય કુલ ૧૧૮ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૭.૭૨ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૮૭.૩૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૧.૧૮ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૭.૬૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૨૦.૮૧ ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં ૧૬.૫૯ ટકા મોસમનો કુલ સરેરાશ નોંધાયો હોવાના અહેવાલ છે.
સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૧૨૮ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો
લાંબી દાઢી, લાંબા વાળ અને સાધુનો પોશાક… ગુજરાતના વોન્ટેડ ગુનેગારની 23 વર્ષ બાદ મથુરામાંથી ધરપકડ
જુનાગઢમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી, તારાજીનો નજારો જોઈને ચોંકી જશો, ગામોના ગામો ડૂબ્યા
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૧૨૮ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં તેમજ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં ૧૫૨ મિ.મી. એટલે કે, ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વિસાવદર તાલુકામાં ૧૩૭ મિ.મી., ધારીમાં ૧૩૦ મિ.મી., ખેરગામ તાલુકામાં ૧૧૨ મિ.મી. અને પારડીમાં ૯૮ મિ.મી. વરસાદ એટલે કે, ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાપી, જલાલપોર, મહુવા(ભાવનગર), વલસાડ, ચિખલી, તલાલા, નવસારી, વાંસદા, બગસરા, સિધ્ધપુર, વધઈ અને મેંદરડા તાલુકાઓમાં ૨ ઈંચથી ૪ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.