એક તરફ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે વિવિધ પાકોમાં મોટું નુકસાન થયું છે, જેના કારણે વિવિધ ખાદ્ય તેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી કમઠાણના કારણે ઉનાળું પાકમાં અસર થઈ છે. મગફળી સહિતના પાકમાં ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. આજે સતત ત્રીજા દિવસે સીંગતેલના ભાવ વધ્યા છે. જે બાદ સીંગતેલના ડબ્બાનો 2860થી વધીને રૂ.2960 થયા છે.
વિગતો મળી રહી છે કે ત્રણ જ દિવસમાં 100નો ધરખમ ઉછાળો થયો છે. ડબ્બાનો ભાવ રૂ.2960 રૂપિયા પર પહોંચ્યો છે. લગ્નસરાની સીઝન ભાવ વધારા માટે જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અન્ય તેલોના ભાવમાં વધારા કોઈ મોટો તફાવત નથી. ખાદ્ય તેલમાં ભાવ વધારાના પગલે ગૃહણીઓનું બજેટ ફરી એક વાર ખોરવાયું છે. થોડા સમય પહેલા ભાવ ઘટ્યાં હતાં. જોકે, થોડા જ સમયમાં ફરી ભાવ વધારો થયો છે.
આ ભાવ વધારા બાબતે વેપારીઓનું કહેવું છે કે, મગફળી કપાસની હાલ યાર્ડમાં ઓછી આવક છે. તેમજ હાલમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે ઉનાળુ પાકને પણ અસર પહોંચી છે. જે સહિતના કારણો આગળ ધરી ખાદ્યતેલોમાં ફરી એક વખત આગ જરતી તેજી જોવા મળી રહી છે. સીંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. આજે ત્રીજા દિવસે સીંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે. ત્રણ દિવસમાં સીંગતેલના ભાવમાં રૂ.100નો વધારો થતાં ગૃહીણીઓના બજેટની પથારી ફરી ગઈ છે.