રાહુલ ગાંધીને અમેઠીમાંથી લોકસભાની ચૂંટણીમાં પરાજય આપનાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર કોંગ્રેસે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.કોંગ્રેસનુ કહેવુ છે કે, સ્મૃતિ ઈરાનીની પુત્રી ગોવામાં ગેરકાયેદસર રીતે બાર ચલાવે છે અને પીએમ મોદીએ સ્મૃતિ ઈરાનીનુ મંત્રીમંડળમાંથી રાજીનામુ લઈ લેવુ જાેઈએ. બીજી તરફ સ્મૃતિ ઈરાની અને તેમની પુત્રીએ આરોપોને ફગાવી દીધા છે.
તેમના વકીલનુ કહેવુ છે કે, કોંગ્રેસ જે બાર કમ રેસ્ટોરન્ટ સ્મૃતિ ઈરાનીની પુત્રી ચલાવી રહી હોવાનો દાવો કરે છે તેની માલિક પણ તે નથી અને સંચાલક પણ નથી. માત્ર રાજકીય સ્વાર્થ સાધવા માટે કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર ખોટો પ્રચાર થઈ રહ્યો છે. દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાનુ કહેવુ હતુ કે, એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્મૃતિ ઈરાનીની પુત્રીને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. જે અધિકારીએ નોટિસ આપી હતી તેની બદલી કરવાની હિચલાલ થઈ રહી છે.
ગોવામાં સ્મૃતિ ઈરાનીની પુત્રીની રેસ્ટોરન્ટને દારૂ પીરસવા માટે બોગસ લાઈસન્સ અપાયુ છે. આ જાણકારી અમને આરટીઆઈ થકી મળી છે. સિલી સોલ્સ નામની રેસ્ટોરન્ટ કમ બાર માટે લાઈસન્સ લેવા બોગસ દસ્તાવેજાે રજૂ કરાયા હતા. લાઈસન્સને રિન્યૂ કરવા માટે જે નામથી અરજી કરાઈ છે તેનુ તો ગયા વર્ષે જ મોત થઈ ગયુ છે. શું આ બધી વાતની જાણકારી સ્મૃતિ ઈરાનીને નહોતી કે પછી આ લાઈસન્સ તેમની વગ વગર જ મળી ગયુ હતુલ્પવન ખેરાએ કહ્યુ હતુ કે, બાર લાઈસન્સ માટે જરૂરી નિયમોનુ પણ પાલન કરાયુ નથી. હવે રેસ્ટોરન્ટ સુધી મીડિયા ના પહોંચે તે માટે ચારે તરફ ખાનગી સુરક્ષા કર્મીઓ તૈનાત કરી દેવાયા છે.